ભ્રષ્ટાચાર:મહાપાલિકાના ઈતિહાસમાં સૌથી મોટો 9000 કરોડનો TDR ગોટાળોઃ રવી રાજા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકાયુક્ત, કમિશનર, વિજિલન્સ કમિટીને ફરિયાદ

મુંબઈ મહાપાલિકાએ પ્રકલ્પબાધિત પુનર્વસન વ્યક્તિઓ માટે વિવિધ ઠેકાણે મંજૂર કરેલા પ્રકલ્પનો ટીડીઆર, પ્રીમિયમ, ક્રેડિટ નોટના અનુષંગે સંબંધિત બિલ્ડરોને 9000 કરોડ રૂપિયાનો ફાયદો કરાવવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ ગુરુવારે મુંબઈ કોંગ્રેસ વતી કરાયો.

મહાપાલિકાના માજી વિરોધી પક્ષ નેતા રવી રાજાએ મહાપાલિકાના ઈતિહાસમાં આ સૌથી મોટો ગોટાળો હોવાનો આરોપ કર્યો છે. આ સમયે ખજાનચી ભૂષણ પાટીલ, સહ- ખજાનચી અતુલ બર્વે, કોંગ્રેસના લીગલ સેલના તુષાર કદમ હાજર હતા.

આ પ્રકલ્પને લીધે મુંબઈગરાનું નુકસાન થતું હોઈ મુંબઈ મહાપાલિકા કમિશનર- પ્રશાસક ઈકલાબ સિંહ ચહલ, લોકાયુક્ત, સેન્ટ્રલ વિજિલન્સ કમિટીને ફરિયાદ કરવામાં આવી છે. જો અહીંથી પણ કશું ઘટતું નહીં થાય તો કોર્ટનાં દ્વાર ખખડાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું છે.

ભાંડુપ પશ્ચિમમાં એક પ્રકલ્પમાં બિલ્ડર્ 1903 ઘર બાંધવાનાં છે, જેમાં તેને 1056 કરોડ 75 લાખનો ફાયદો થવાનો છે. મુલુંડ પૂર્વમાં બિલ્ડરને રૂ. 4114 કરોડનો ફાયદો કરાયો છે. આ પ્રકલ્પમાં 7439 ઘર બનાવવાની યોજના છે. દરેક ઘરમાં બિલ્ડરને પ્રતિ ચોરસફૂટ . 38 હજાર અપાશે. આ સાથે ટીડીઆર, ક્રેડિટ નોટ પણ અપાશે.​​​​​​​

ચાંદિવલીમાં બિલ્ડરને કરોડોનો ફાયદો થશે. માહિમમાં 3317 ચોરસમીટર જગ્યામાં 529 ઘર બાંધવામાં આવશે, જ્યાં બિલ્ડરને 680 કરોડ 91 લાખનો ફાયદો થવાનો છે. વરલીમાં 529 ઘર બાંધવા સામે બિલ્ડરને 617 કરોડ 88 લાખનો ફાયદો થવાનો છે. ચાંદિવલીમાં પણ બિલ્ડરને કરોડોનો ફાયદો થવાનો છે.​​​​​​​ બિલ્ડરના હિતમાં નિર્ણયો લઈને પ્રશાસન મહાપાલિકાની તિજોરી ખાલી કરી રહ્યું છે. આ પ્રકલ્પમાં ઘર બાંધવા માટે રેડી રેકનર અનુસાર જોતાં મહાપાલિકાને નુકસાન થઈ રહ્યું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મલનિસ્સારણ પ્રકલ્પમાં ભ્રષ્ટાચાર
દરમિયાન મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ અને કાર્યાધ્યક્ષ ચરણસિંહ સપ્રાના આદેશ પરથી મુંબઈ કોંગ્રેસે મહાપાલિકાના રૂ. 24 કરોડના 7 મલનિસ્સારણ પ્રક્રિયા કેન્દ્ર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ પ્રકલ્પ માટે આવનારો ખર્ચ 2018માં રૂ. 10 હજાર કરોડ હતો, જે 2016માં રૂ. 16 હજાર કરોડ, 2018માં 10 હજાર કરોડ અને 2022માં તે રૂ. 24 હજાર કરોડથી વધુ વધી ગયો છે, એમ રવી રાજાએ આ સમયે જણાવ્યું હતું. આ અરજી પર 15 જૂનના રોજ સુનાવણી થવાની છે એવી માહિતી પણ તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...