તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભિખારીના બાળકો ઉપાડી જઈ લાખ્ખોમાં વેચતી ટોળકી ઝડપાઈ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભિખારીને આઠ-દસ દિવસ ભોજન આપી વિશ્વાસમાં લીધોા પછી ઘાત કર્યો

માહિમમાં ભિખારણનું 10 મહિનાના બાળકનું અપહરણ કરીને લાખ્ખોમાં વેચી મારનારી મહિલા સહિતની ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. છેક તેલંગણમાં જઈને બાળકનો પણ છુટકારો કર્યો છે. આઠ- દિવસ સુધી ભિખારણને ભોજન આપીને વિશ્વાસમાં લીધા પછી મહિલાએ ઘાત કર્યો હતો. આરોપીમાં બાંદરા પશ્ચિમમાં સ્લોટર હાઉસ કમ્પાઉન્ડમાં રહેતી ફરહાના કુરબાન શેખ (33), ખાર દાંડા પયારી નગરમાં રહેતા પરંદામ ગુંડેતી (50), તેલંગણામાં રહેતા નક્કા રાજુ નરસિંહા (35), વિશિરીકાપલ્યા રાજારાવ ધર્મારાવ (50)નો સમાવેશ થાય છે.

માહિમ કોઝવે, ટ્રાફિક પોલીસ ચોકીની બાજુમાં પુલ નીચે ફૂટપાથ પર રહેતી ભિખારણ મુમતાજ નાસીર ખાન (40)નું 10 મહિનાનું બાળક કૈફને 31 ઓગસ્ટની રાત અને 1 સપ્ટેમ્બરની પરોઢ વચ્ચે કોઈક ઉઠાવી ગયું હતું. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે આસપાસ શાસ્ત્રીનગર, લાલમટ્ટી, નરગિસ દત્ત નગર, કુરેશી નગરમાં ભારે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ સફળતા મળી નહોતી. આથી ભિખારણની પૂછપરછ કરવામાં આવી હતી. ભિખારણે જણાવ્યું કે છેલ્લા આઠ- દસ દિવસથી એક મહિલા તેના 13 વર્ષના બાળક સાથે આવીને બપોરે અને સાંજે ભોજન આપી જતી હતી.

પોલીસે તેનો સ્કેચ બનાવીને શાસ્ત્રીનગર ઝૂંપડપટ્ટીમાંથી ધરપકડ કરી હતી, જેની ઓળખ ફરહાના તરીકે થઈ હતી. તેણે ખાર દાંડાના ગુંડેતીને બાળક રૂ. 1.50 લાખમાં વેચી માર્યું હતું.આ પછી ગુંડેતીની ધરપકડ કરતાં તેણે તેલંગણામાં સંબંધીઓને બાળક વેચી માર્યું હોવાનું કબૂલ કર્યું હતું. આથી તેલંગણ પોલીસની મદદથી અન્ય બે આરોપીઓને પણ ઝડપી લેવાયા હતા, જ્યાંથી ચોરાયેલું બાળક પણ મળી આવ્યું હતું.આરોપીઓએ બાળકની લેણદેણમાં કુલ રૂ. 3.15 લાખના વ્યવહાર કર્યા હતા, જેમાંથી રૂ. 1.85 લાખ જપ્ત કરવામાં આવ્યા છે.

આ બાળકને જરૂર હોય તેવા ધનાઢ્ય કુટુંબને લાખખોમાં વેચી મારવાની યોજના હતી, પરંતુ તે પૂર્વે જ પોલીસે તેમને ઝડપી લીધા છે. આરોપીઓએ આ રીતે વધુ બાળકો ચોરીને વેચી માર્યા હોવાની શંકા છે, જે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસને શંકા છે કે આરોપીઓ ભિખારીઓના બાળકોને લક્ષ્ય બનાવતા હોવાથી આવા ઘણા લોકોએ ફરિયાદ કરી નહીં હોય. બાંદરાના પ્રભારી પીઆઈ મનોહર ધનાવડેની આગેવાનીમાં વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...