ભાસ્કર વિશેષ:મુંબઈ મહાનગરના ખાડી વિસ્તારો સુરખાબથી દીપી ઊઠ્યા

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા પક્ષીઓની રહેણી -કરણી પર વધુ અભ્યાસ શરૂ

મુંબઈમાં થાણે ખાડી, નવી મુંબઈ ખાડી વિસ્તાર અને ભાંડુપ પમ્પિંગ સ્ટેશન વિસ્તાર ફરી એક વાર રોહિત પક્ષીઓને લીધે ગુલાબી, નારંગી રંગથી દીપી ઊઠ્યા છે. ડિસેમ્બરના આખરના અઠવાડિયાથી સ્થળાંતરિત પક્ષીઓની સંખ્યામાં વધારો થઈ રહેલો દેખાય છે. આ વખેત મોટાં રોહિત પક્ષીઓ (ગ્રેટર ફ્લેમિંગો- સુરખાબ)ની સંખ્યામાં વદારો થયેલો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીના આખરના અઠવાડિયામાં રોહિત પક્ષીઓની ગણતરીનો કાર્યક્રમ હાથમાં લેવામાં આવવાનો હોઈ તે પછી આ સંખ્યાનો અંદાજ આવી શકશે.મહામુંબઈ ક્ષેત્રમાં ડિસેમ્બર, જાન્યુઆરીમાં રોહિત પક્ષી દેખાઈ આવે છે.

તેની શરૂઆત નવેમ્બર આખરથી થાય છે. નાનાં રોહિત (લેઝર ફ્લેમિંગો) પક્ષીઓની સંખ્યા તેમાં વધુ હોય છે. આ સંબંધમાં બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી (બીએનએચએસ)ના માધ્યમથી વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો હોઈ આ પક્ષી ભારતમાંથી સ્થળાંતરિત થઈને મહામુંબઈ ક્ષેત્રમાં આવે કે બહારથી આવે તે તપાસવામાં આવી રહ્યું છે.

આ માટે અમુક પક્ષીઓના પગમાં પગેરું મેળવનારી રિંગ પહેરાવવામાં આવશે. આ અભ્યાસ અંતર્ગત ગુજરાતમાં રિંગ પહેરાવેલાં અમુક પક્ષી મહામુંબઈ વિસ્તારમાં મળી આવ્યાં છે, જ્યારે મહામુંબઈ વિસ્તારમાં રિંગ પહેરાવેલુંએક રોહિત પક્ષી ગુજરાતમાં અને એક પક્ષી રાજસ્થાનમાં દેખાયું છે, એવી માહિતી બીએનએચએસના સંશોધક મૃગાંક પ્રભુએ આપી હતી.

અમુક મોટા રોહિત પક્ષી તામિલનાડુમાં મળી આવ્યાં છે. આ બધી માહિતીનું પગેરું મેળવીમાં પછી તેનું વિશ્લેષણ કરવામાં આવશે.પક્ષીઓ માટે જગ્યા ઓછી પડી રહી છે : શ્રી એકવીરા આઈ પ્રતિષ્ઠાનના નંદકુમાર પવારે ભાંડુપ પમ્પિંગ સ્ટેશન નજીક રોહિત પક્ષીઓની સંખ્યામાં બેસુમાર વધારો થઈ રહ્યો છે એમ જણાવ્યું હતું.

જોકે આ સંખ્યા સમૃદ્ધ મુકામ મળવાથી વધી રહ્યો છે કે મુંબઈમાં અન્ય મુકામની જગ્યાઓ ભરણીથી નષ્ટ થવાથી વધી રહ્યો છે તેની તપાસ કરવાનું જરૂરી છે. ભાંડુપમાં વધતી રોહિત પક્ષીઓની સંખ્યા આંખોને આનંદ આપનારી હોવા છતાં હવે રોહિત પક્ષીઓ માટે ઓછી જગ્યાઓ બચી છે. તેની અસર તરીકે એક જ ઠેકાણે આ પક્ષીઓ વધુ સંખ્યામાં ભેગાં થઈ રહ્યાં હોઈ શકે છે એવો અંદાજ છે.

પક્ષીઓમાં બે અઠવાડિયામાં વધારો
મુંબઈ વિસ્તારમાં સામાન્ય રીતે 500થી 600 મોટાં રોહિત પક્ષીઓ મળી આવે છે. આ વખતે તેની સંખ્યા વધી હોવાનું પ્રભુએ જણાવ્યું હતું. તેનો પણ અભ્યાસ ચાલુ હોઈ આ પક્ષી વૈકલ્પિક વર્ષ મહામુંબઈ ક્ષેત્રમાં આવે છે કેમ તે તપાસવામાં આવી રહ્યું છે. ગયા મહિને ગણતરી કરાયાં પક્ષીઓની સંખ્યાની તુલનામાં ગયા બે અઠવાડિયામાં મોટો વધારો થયો છે. આથી 23 જાન્યુઆરીએ આ સંબંધમાં ફરીથી ગણતરી કરીને આંકડાવારી અદ્યતન કરાશે.

અન્ય સમાચારો પણ છે...