રાજકારણ:2000માં બાળાસાહેબની ધરપકડ અમારી ભૂલ હતીઃ અજિત પવાર

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં મસ્જિદ પરનાં લાઉડસ્પીકર ઉતારવાને લઈને છેલ્લા થોડા દિવસથી રાજકારણ ગરમાયું છે. આ લાઉડસ્પીકર નહીં ઉતારશો તો અમે ત્યાં હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમ કરીશું, એમ મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ઈશારો આપ્યો હતો. તેથી બુધવારે મનસે આંદોલન વાસ્તવમાં ઉતાર્યું હતું. ઠેકઠેકાણે મસ્જિદની સામે આંદોલન કર્યું હતું. પોલીસે તેમની ધરપકડ કરી હતી.અનેક ઠેકાણે વાતાવરણ તંગ બન્યું છે. પોલીસ વ્યવસ્થા પર તાણ આવ્યો છે. આ ધ્યાનમાં લેતાં રાજ ઠાકરેની ધરપકડ કરવાની માગણી જોર પકડી રહી છે, પરંતુ આ ધરપકડ પરથી ઊલટસુલટ ચર્ચા પણ બીજી બાજુ શરૂ થઈ છે.

બાર વર્ષ પૂર્વે બાળાસાહેબની ધરપકડ કરાઈ ત્યારે પણ આવો જ મુદ્દો ઉપસ્થિત થયો હતો. 1992નાં મુંબઈનાં રમખાણો બાદ તપાસ કરવા શ્રીકૃષ્ણ પંચ બેસાડવામાં આવ્યું હતું. પંચે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને દોષી ઠરાવ્યા હતા.

1999માં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ રાષ્ટ્રવાદીની સરકાર આવી ત્યારે તેમણે આ ફાઈલ બહાર કાઢી. ખાસ કરીને ઉપ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી છગન ભુજબળે આ મુદ્દો પકડી રાખ્યો હતો.24 જુલાઈ, 2000ના રોજ બાળાસાહેબની ધરપકડ વિવાદાસ્પદ નીવડી. આખું મહારાષ્ટ્ર સળગી ઊઠ્યું. આ પરથી અનેક મતપ્રવાહ વહેતા થયા હતા. બાળાસાહેબને જામીન મળ્યા પરંતુ જો તેમને જેલમાં જવું પડ્યું હોત તો મહારાષ્ટ્રમાં રમખાણ જેવી પરિસ્થિતિ ઉદભવી હોત.

અન્ય સમાચારો પણ છે...