નવી સમસ્યા:મુંબઈમાં નિર્માણ થતા બાયોમેડિકલ કચરાનું પ્રમાણ 104 ટકા વધ્યું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં કોવિડ-19 રોગ સંબંધી બાયોમેડિકલ કચરો 104 ટકા વધ્યો છે. શહેરના કચરાનો નાશ કરતા દેવનાર ખાતેની એક એકર જમીનના યુનિટની જગ્યા પણ હવે ભરાઈ ગઈ છે. તેથી દિવસે દિવસે વધતા કોરોનાના દર્દીઓ અને એમના પર સારવાર માટે વાપરીને ફેંકાયેલા મેડિકલ કચરાની નવી સમસ્યા ઊભી થઈ છે. મહાપાલિકાએ શહેરના તમામ કોવિડ-19 કચરાને ઉંચકવાનો કોન્ટ્રેક્ટ એસએમએસ એન્વોક્લીન કંપનીને આપ્યો છે. આ કંપનીના જણાવ્યા અનુસાર કોરોનાના દર્દીઓ પર સારવાર બાદ નિર્માણ થતા બાયોમેડિકલ કચરામાં પ્લાસ્ટિક કચરો સૌથી વધુ છે. એમાં સિરિંજ, સલાઈનની બોટલો, માસ્ક, ગ્લોવ્ઝ, એક્પાયરી ડેટવાળી દવાઓ, અન્ય ઉપકરણો, ખાલી એમ્પ્યુલ્સ વગેરેનો સમાવેશ હોય છે. લગભગ 2000 કિલો મેડિકલ કચરો દરરોજ કચરાના પ્લાન્ટમાં પ્રક્રિયા માટે લાવવામાં આવે છે.

એ પછી કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળની (સીપીસીબી) નિયમાવલી અનુસાર આરોગ્ય સુવિધા કેન્દ્રમાં પ્લાસ્ટિકનો કચરો જુદો કરીને એ લાલ રંગની થેલીમાં ભેગો કરવાનો. એ પછી દરેક પદાર્થ સેનિટાઈઝ કરીને પુનર્નિર્મિતી માટે જુદો કરવાનો. અત્યારે કોઈ પણ રિસાઈકલિંગ યુનિટ કાર્યરત ન હોવાથી અને વાહનોની સંખ્યા ઓછી હોવાથી અમારા પાસે કોઈ પણ અતિરિક્ત કચરો રાખવાની જગ્યા બચી નથી એમ કંપનીના સંચાલક અમિત નિલાવારે જણાવ્યું હતું. કચરામાં વધારાને કારણે પ્રક્રિયા કેન્દ્રમાં લોકોને જવા પર બંધી મૂકવામાં આવી છે. દરમિયાન જૂનમાં કોરોના વાઈરસનું સંક્રમણ થવાના ડરથી 20 કામદારોએ પ્રક્રિયા કેન્દ્ર છોડી દીધું હતું.

ઓગસ્ટમાં દરરોજ 2880 કિલો કચરો
એસએમએસ એન્વોક્લિન અનુસાર કોવિડ-19 અને બાયોમેડિકલ કચરાનું પ્રમાણ જૂનમાં દરરોજ 12 હજાર 200 કિલોગ્રામ હતું. એમાં વધારો થઈને ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 2880 કિલો સુધી પહોંચ્યું. મુંબઈમાં 12 હજાર આરોગ્ય સુવિધા કેન્દ્રોમાંથી પીળા રંગની થેલીમાં આ કચરો ભેગો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...