તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દીપિકાના મેનેજરે મૂકેલા આરોપ NCBએ ફગાવ્યા

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • એનસીબીએ કરિશ્માના આગોતરા જામીન મંજૂર કરવા માટે તીવ્ર વિરોધ દર્શાવ્યો છે

નશીલા પદાર્થો પ્રકરણમાં આરોપી તરીકે નામ આવ્યા પછી કોર્ટમાં પક્ષ રજૂ કરવા માટે પોતે નિમેલો વકીલ બદલવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના એક અધિકારીએ કઠોર કલમો લગાડવાનો ડર દેખાડીને દબાણ કર્યું એવા કરિશ્મા પ્રકાશના આરોપને એનસીબીએ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં એફિડેવિટ દ્વારા ફગાવી દીધા હતા. કરિશ્મા વિરુદ્ધ કઠોર કલમ લગાડવાનું પહેલેથી નક્કી હતું એમ એનસીબીએ એફિડેવિટમાં જણાવ્યું હતું. અભિનેત્રી દીપિકા પદુકોણની મેનેજર કરિશ્મા વિરુદ્ધ એનસીબીએ એનડીપીએસ કાયદાની કમ 27-એ લગાડી છે.

નશીલા પદાર્થોની દાણચોરી માટે રૂપિયા પૂરા પાડવા અને એના ગુનેગારોને આશ્રય આપવો એના વિશે આ કલમ છે. એના અંતર્ગત દોષીને 10 થી 20 વર્ષ સુધી સજા થઈ શકે છે. તેથી કરિશ્માએ આગોતરા જામીન માટે અરજી કરી છે. એમાં જ એનસીબી અધિકારી બલવંત રાય વિરુદ્ધ ધમકાવવું અને દબાણ કરવાનો આરોપ એણે કર્યો છે. જો કે કલમ 27-એ જાણીકરીને લગાડવાના આરોપમાં તથ્ય નથી. એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ 12 નવેમ્બર 2020ના કરિશ્મા વિરુદ્ધ કલમ 27-એ લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો