સાકીનાકા કેસ:મહિલાની અવગણનાથી આરોપીનું કૃત્ય

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડિતા આરોપીને ઓળખતી હોવા છતાં 25 દિવસથી નજરઅંદાજ કરતી હતી

મુંબઈના સાકીનાકા દુષ્કર્મ અને હત્યાકેસમાં દાખલ 346 પાનાંની ચાર્જશીટમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આરોપી (મોહન ચૌહાણ- ૪૫)એ નિર્ભયા જેવી હેવાનિયત એટલા માટે કરી, કારણ કે મહિલા છેલ્લા 25 દિવસથી તેને નજરઅંદાજ કરી રહી હતી. દિંડોશી કોર્ટમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું છે કે આરોપીને પીડિતા સારી રીતે ઓળખતી હતી. આ મામલે સીએમ ઉદ્ધવ ઠાકરેના આદેશ બાદ મુંબઈ પોલીસે માત્ર 18 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

મોહન ચૌહાણ
મોહન ચૌહાણ

મુંબઈ પોલીસની સ્પેશિયલ ટીમે 28 સપ્ટેમ્બરે દિંડોશી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાંની કેટલીક ચોંકાવનારી માહિતી હવે સામે આવી છે. ચાર્જશીટ મુજબ, તપાસ દરમિયાન પોલીસે 77 લોકોનાં નિવેદન નોંધ્યાં હતાં. તે સિક્યુરિટી ગાર્ડનું પણ નિવેદન સામેલ છે જેણે મહિલાને ઘાયલ હાલતમાં જોઈને પોલીસને જાણ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ મહિલા પર હુમલો કરતાં પહેલાં ઘણી વાર સુધી તેનો પીછો કર્યો હતો અને સૂમસામ જગ્યા જોઈને મહિલા સાથે બળજબરી અને ક્રૂરતા આચરી હતી.

આરોપીએ 10 સપ્ટેમ્બરે પિકઅપ વેનમાં 34 વર્ષીય મહિલા પર પહેલાં દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ લોખંડના પાઇપ વડે મહિલાના ગુપ્ત ભાગમાં હુમલો કર્યો હતો. બાદમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. ડોકટરોના કહેવા મુજબ, વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મહિલાને બચાવી શકાઈ નહોતી.કોન્સ્ટેબલે હોસ્પિટલમાં દાખલ કરાવી : મુંબઈ પોલીસ કમિશનર હેમંત નગરાળેએ જણાવ્યું હતું કે 9-10 સપ્ટેમ્બરની મોડી રાત્રે 3.20 વાગ્યે એક સિક્યુરિટી ગાર્ડે કંટ્રોલ રૂમમાં ફોન કરીને એક મહિલા ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોવાની જાણકારી આપી હતી.

એની 10 મિનિટ બાદ સાકીનાકા પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને એમ્બ્યુલન્સની રાહ જોયા વિના જ એક કોન્સ્ટેબલે મહિલાને તે જ પિક-અપ વેનમાં લઈ જઈને રાજાવાડી હોસ્પિટલ દાખલ કરી, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ૩૬ કલાક મોત સામે ઝઝૂમ્યા પછી મહિલાનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...