ધરપકડ:બાંદ્રા સ્ટેશને 25 લાખના સોના સાથે આરોપી ઝડપાયો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા વર્ષની પૂર્વસંધ્યાએ ખેરવાડીમાં ઘરફોડી કરી હતી

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા બાંદરા રેલવે સ્ટેશન પરથી રૂ. 25 લાખ મૂલ્યના ચોરીના સોના સાથે એક આરોપીની ઝડપી લેવામાં આવ્યો હતો. જીઆરપીએ શનિવારે બાંદરા ટર્મિનસ ખાતે આરોપીને રૂ. 25 લાખ મૂલ્યના સોનાના દાગીના સાથે આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની ઊલટતપાસ લેવામાં આવતાં તેણે નવા વર્ષની પૂર્વસંધ્યાએ ખેરવાડી વિસ્તારમાં ઘરફોડી કરી હતી અને સોનાના દાગીના સાથે પલાયન કરી ગયો છે, એવી કબૂલાત કરી હતી એમ પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદને આદારે શુક્રવારે નિર્મલનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડી અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તે સમયથી ઘરફોડુને શોધતી હતી. દરમિયાન શનિવારે આરોપી બાંદરા ટર્મિનસ પર આરોપીની હિલચાલ પર શંકા જતાં પોલીસે તેની બેગ તપાસી હતી, જેમાંથી રૂ. 25 લાખના દાગીના મળી આવ્યા હતા. આરોપીની ઊલટતપાસ લેવામાં આવતાં તેણે ગુનો કબૂલ કર્યો હતો અને ભાગી જવાની તૈયારી કરતો હતો એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...