તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ:રાજ્યમાં 80 વર્ષીય વૃદ્ધનું ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પ્રથમ મૃત્યુ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજ્યમાં હાલ 20 ડેલ્ટા પ્લસ વેરિયન્ટ દર્દી છે

રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સહ-માંદગી સાથેના કોવિડ-19ના દર્દીનું મોત થયું છે. રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી આ પ્રથમ મોત છે, એમ આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ શુક્રવારે જણાવ્યું હતું. રાજ્યમાં હાલ કુલ 21 ડેલ્ટા પ્લસ વેરિયન્ટના દર્દી હતા, જેમાંથી એકનુ મોત થયું છે, જ્યારે અન્યોની તબિયત સારી છે. આ દર્દીઓ મુંબઈ સહિત સાત જિલ્લાના છે. અમે આ દર્દીઓના પ્રવાસનો ઈતિહાસ, તેઓ કોના સંપર્કમાં આવ્યા અને તેમણે રસી લીધી હતી કે નહીં તે અંગે તપાસ કરી રહ્યા છીએ.

આ વાઈરસમાં કોઈ ફેરબદલ જોવા મળ્યો નથી. એટલે કે, અગાઉ ડેલ્ટા હતું અને હવે ડેલ્ટા પ્લસે તેની જગ્યા લીધી હોય તેવું બન્યું નથી. મોટી સંખ્યામાં દર્દીઓ નથી છતાં શોધ ચાલુ છે. બધા જિલ્લામાંથી 100 નમૂના લઈને તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં રસીકરણ કરેલા હોય તેમને ફરીથી ચેપ લાગ્યો છે કે કેમ વગેરે બાબતો સમજવામાં આવી રહી છે.

દરમિયાન ડેલ્ટા પ્લસને લીધે કોઈ નિયંત્રણો રાજ્યમાં લાદવાનું કોઈ કારણ નથી. બધાએ કોરોનાના નિયમોનું પાલન કરીનેયોગ્ય વર્તન કરવાનું જરૂરી છે. જો તેનું સખતાઈથી પાલન કરવામાં આવશે તો મુશ્કેલી આવવાનું કારણ નથી.ત્રીજી લહેરને ધ્યાનમાં લેતાં આરોગ્ય વિભાગ તૈયારી કરી રહ્યો હોઈ આ લહેરને રોકવા માટે દરેક જિલ્લામાં ટાસ્ક ફોર્સ સ્થાપવામાં આવી હોઈ જરૂરી ઉપાયયોજના કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરથી નાના બાળકોને બચાવવા માટે જરૂરી ઉપાયયોજના કરવાના નિર્દેશ મુખ્ય મંત્રીએ આરોગ્ય વિભાગને આપ્યા છે, એમ ટોપેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...