તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારો કિસ્સો:72 વર્ષના વૃદ્ધને કોવેક્સિન પછી કોવિશિલ્ડ રસી અપાઈ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહારાષ્ટ્રમાં કોરોનાને નાથવા માટે રસીકરણની ઝુંબેશની રફતાર થોડા સમયથી ધીમી પડી ગઇ છે. તેની સાથે અમુક રસીકરણ સેન્ટર પર છબરડા બહાર આવી રહ્યા છે. તેને કારણે રસી લેનાર વ્યક્તિની હાલત કફોડી થઇ જાય છે. જાલના જિલ્લામાં રસી વિશે એક ચોંકાવનારો આવો જ કિસ્સો બહાર આવ્યો છે. એક વૃદ્ધને પહેલાં કોવેક્સિન રસી આપવામાં આવી હતી પરંતુ બીજો ડોઝ કોવિશિલ્ડનો આપી દેવામાં આવ્યો.આમ, ખુદ હોસ્પિટલ સ્ટાફ પણ આ બે રસીના મામલે અસંમજસમાં પડી ગયા છે. આવા અનેક કિસ્સાઓ રાજ્યમાં જોવા મળી રહ્યા છે.

ઘણા લોકોને તો રસી લીધાનું સર્ટિફિકેટ પણ મળતું નથી. આવા લોકોને જો સર્ટિફિકેટ જોઈતું હોય તો ડમી એપોઈન્ટમેન્ટ લઈને જવું પડે છે, જ્યાં પછી સ્ટાફ દ્વારા ફરી નોંધણી કર્યા બાદ સર્ટિફિકેટ મળે છે.જાલનામાં દત્તાત્રય શ્યામરાવ વાઘમારે(72)ને 22 માર્ચે કોવેક્સિન રસી આપવામાં આવી હતી.

તેઓ બીજો ડોઝ લેવા 30 એપ્રિલે ગયા ત્યારે કોવિશિલ્ડ આપવામાં આવી હતી.આ પછી વાઘમારેની સ્થિતિ થોડા દિવસોથી કથળી હતી. 7 મે સુધી તેઓ વિવિધ લક્ષણોથી પીડાતા હતા. સંબંધિત આરોગ્ય અધિકારીઓએ આ માહિતી ઘણા દિવસો સુધી બહાર આવવા દીધી નહોતી અને વૃદ્ધને ઘરે દવા આપતા રહ્યા, પરંતુ જ્યારે આ મામલો કોઈ સંબંધી દ્વારા બહાર આવ્યો ત્યારે આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...