તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે સહાર રોડથી ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ- ટર્મિનલ 1) સ્ટેશન સુધી 1.5 કિમી લાંબો 36મો ટનલિંગનો તબક્કો પૂરો કરવામાં આવ્યો. આ અવસરે કોચી મેટ્રો રેલવેના એમડી અલ્કેશ શર્મા ખાસ હાજર હતા. તાપી-1 અને તાપી-2 એમ બે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ની મદદથી પેકેજ-6ના કુલ 4.4 કિમી ટનલિંગનું કામ પૂરું કરવામાં આવ્યું છે.શુક્રવારે પેકેજ-6માંનું ટનલિંગ 100 ટકા પૂરું કરીને એમએમઆરસીએ વધુ એક મહત્ત્વનો તબક્કો પાર કર્યો છે. આ પેકેજમાં બે સ્ટેશન ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ પર છે.
આ બંને સ્ટેશનને એરપોર્ટ ટર્મિનલ સાથે જોડવામાં આવશે, જેને કારણે એરપોર્ટ સુધી પ્રવાસ કરવાનું પ્રવાસીઓને સુવિધાજનક બની રહેશે, એમ એમએમઆરસીના એમડી રણજિત સિંહ દેઉલે જણાવ્યું હતું.હાર્ડ રોક ટેકનોલોજીથી સુસજ્જ ટેરાટેક નિર્મિત ટીબીએમ તાપી 1 અને 2 દ્વારા 15 મહિનામાં ટનલિંગ પૂરું કરવામાં આવ્યું છે. ડોમેસ્ટિક એરપોર્ટ (સીએસએમઆઈએ - ટી1) સ્ટેશનનું લગભગ 76.4 ટકા બાંધકામ પૂરું કરાયું છે, એમ એમએમઆરસીના પ્રોજેક્ટ ડાયરેક્ટર એસ કે ગુપ્તાએ જણાવ્યું હતું.
પેકેજ-6માં શું છે
પેકેજ-6 અંતર્ગત ડોમેસ્ટિક એરપોર્ટ (સીએસએમઆઈએ- ટી1), ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ- ટી2) અને સહાય રોડ મેટ્રો સ્ટેશનનો સમાવેશ હોઈ આ પેકેજમાં 4 ટનલિંગના તબક્કા પૂરા કરવામાં આવ્યા છે. સીએસએમઈએ-ટી2થી સહર રોડ (અપલાઈન- 687 મીટર અને ડાઉનલાઈન 692 મી), (સહાર રોડથી સીએસએમઆઈએ- ટી1), (અપલાઈન- 1515 મીટર અને ડાઉનલાઈન 1512 મીટર)નો સમાવેશ થાય છે. મેટ્રો-3 પ્રોજેક્ટનું હમણાં સુધી કુલ 50.3 કિમી (93) ટનલિંગનું કામ પૂરંુ કરાયું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.