તપાસ:કરણ જોહરે આપેલી 2019ની પાર્ટી હજુ NCBના રડાર પર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક બોલીવૂડની સેલિબ્રિટીઓ અને હસ્તીઓ NCBના નિશાન પર છે

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના રડાર પર ફિલ્મ-પ્રોડ્યુસર તથા ડાયરેક્ટર કરણ જોહરની પાર્ટી હજુ પણ છે. એક વર્ષ પહેલાં કરણની પાર્ટીનો આ વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયોની તપાસ એનસીબીએ હજી બંધ કરી નથી. અનેક બોલીવૂડની સેલિબ્રિટીઓ એનસીબીના નિશાન પર છે. એનસીબી સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે કરણ જોહરની પાર્ટીનો વિડિયો હજી પણ તપાસ હેઠળ છે, જેમાં રણબીર કપૂર, વિકી કૌશલ, વરુણ ધવન, મલાઈકા અરોરા, દીપિકા પદુકોણ, અર્જુન કપૂર, શાહિદ કપૂર, ડાયરેક્ટર આયાન મુખર્જી સામેલ થયાં હતાં.

આ વિડિયો 28 જુલાઈ, 2019નો છે. કરણ જોહરે સોશિયલ મિડિયામાં આ વિડિયો શૅર કર્યો હતો. ત્યાર બાદ આરોપ હતો કે આ પાર્ટીમાં સેલિબ્રિટીઓએ ડ્રગ્સ લીધું હતું. જોકે કરણ જોહરે કહ્યું હતું કે પાર્ટીમાં કોઈએ ડ્રગ્સ લીધું નહોતું. પહેલી વાર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે વિડિયોમાં કશું જ આપત્તિજનક મળ્યું નહોતું. આ તપાસ સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો એ સમયે કરવામાં આવી હતી.

કરણ જોહરને ગત વર્ષે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા આ વિડીયો મામલે એક નોટિસ આપવામાં આવી હતી. નોટિસના જવાબમાં જોહરે દાવો કર્યો છે કે ગયા વર્ષે તેના ઘરે પાર્ટી દરમિયાન કોઈ ડ્રગનું સેવન કરવામાં આવ્યું નહોતું.

અધિકારીએ જણાવ્યું કે, ડ્રગ વિરોધી એજન્સીએ જોહરને તેના નિવાસસ્થાને આયોજિત પાર્ટીમાં કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતો એક વાઈરલ વિડિયો પરથી નોટિસ જારી કરી હતી. જોહરને પાર્ટીની વિગતો આપવાનું કહેવામાં આવ્યું હતું. તદનુસાર, એનસીબીને તેમની તરફથી નોટિસનો જવાબ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...