તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ગંભીર બનેલા મરાઠા અનામત મામલે ઠાકરે આજે મોદીને મળશે

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરાંત રાજ્યની વિવિધ સમસ્યાઓ પર ચર્ચા કરવાની પણ ધારણા

રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત મહાવિકાસ આઘાડીના કેટલાક નેતાઓ 8 જૂનના દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન રસીકરણ, તાઉતે ચક્રવાતના કારણે થયેલું નુકસાન, મરાઠા અનામત, ઓબીસી અનામત સહિત રાજ્યની વિવિધ સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે એમ જણાવવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત કાયદો રદ કર્યો ત્યારથી ફરી આ એક જ મુદ્દો ચર્ચામાં છે. મરાઠા સમાજને શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપતો કાયદો સુપ્રીમ કોર્ટે રદ કર્યા પછી રાજ્યમાં મરાઠા સમાજ તરફથી સંતપ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેથી ઉદ્ધવ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં મરાઠા અનામત સંદર્ભે ચર્ચા થશે એમ જણાવવામાં આવે છે.

ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની વિવિધ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાનની એપોઈંટમેન્ટ મળે એ માટે વડાપ્રધાન કાર્યાલયને વિનંતી કરી હતી. એ માન્ય રાખવામાં આવી છે અને એ પ્રમાણે 8 જૂનના મુલાકાતનો સમય આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુલાકાતમાં કેન્દ્ર સરકાર શું કરે તો મરાઠા અનામતની સમસ્યાનું નિરાકરણ થઈ શકે એના પર ચર્ચા થાય એવી શક્યતા છે. તેમ જ બંધારણમાં સુધારો અને પછાતવર્ગ આયોગ બાબતે પણ આ મુલાકાતમાં ચર્ચા કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત રદ કર્યા પછી પ્રથમ વખત મોદી-ઠાકરે મુલાકાત થઈ રહી છે. આ મુલાકાતમાં મરાઠા અનામત પર નિરાકરણ નીકળે એવી પૂરેપૂરી શક્યતા છે. તેથી આ મુલાકાત પર સંપૂર્ણ રાજ્ય સહિત મરાઠા સમાજનું ધ્યાન છે.

અન્ય સમાચારો પણ છે...