નિવેદન:ઠાકરેએ મહિલા સાંસદને જેલમાં નાખીને નામર્દાનગી બતાવીઃ રાણા

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંપતી હવે 14 મેના રોજ દિલ્હીના જૂના હનુમાન મંદિરમાં મહાઆરતી કરશે

રાજદ્રોહના ગુનામાં ધરપકડ અને બાદમાં જામીન પર છૂટેલાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ ફરીથી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મહિલા સાંસદને જેલમાં નાખીને પોતાની નામર્દાનગી બતાવી છે. જો આજે બાળાસાહેબ હોત તો તેઓ આ જોઈને ખૂબ દુઃખી થયા હોત.

દરમિયાન દંપતીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ 14 મેના રોજ દિલ્હીના જૂના હનુમાન મંદિરમાં મહાઆરતી કરશે. તે જ દિવસે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે જાહેરસભાને સંબોધવાના છે. ગયા મહિનાના અંતમાં મુંબઈમાં ઠાકરેના પારિવારિક નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા પઠન કરવાના પડકાર પછી રાણા દંપતીની ધરપકડ કરવામાં આવી ત્યારથી શિવસેના સાથે તેમની ચાલી રહેલી તકરાર વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.

રાજદ્રોહના આરોપો બાદ જેલવાસ ભોગવ્યા પછી લોકસભા સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા 5 મેના રોજ જેલમાંથી શરતી જામીન પર મુકત થયા હતા. રવિ રાણાએ કહ્યું, હનુમાનજીનું નામ લેવા બદલ અમારા પર રાજદ્રોહની કલમ લગાવવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાની સમીક્ષા કરવામાં આવશે. હું મોદી સરકારનો આભાર માનું છું. નવનીત રાણા 23મીએ સંસદની વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થશે. તેઓ તેને પોલીસ કમિશનર અને મુખ્ય મંત્રીની ભૂમિકા જણાવશે.

આ દરમિયાન રવિ રાણાએ ઉદ્ધવ માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતા કહ્યું, શિવસેના મુખ્ય મંત્રી સાંસદ નવનીત રાણાનો વિરોધ કરવામાં વ્યસ્ત છે. ઉદ્ધવ ઠાકરેએ નવનીત રાણાને જેલમાં નાખીને પોતાની નામર્દાનગી બતાવી છે.રવિ રાણાએ વધુમાં કહ્યું કે, બાળાસાહેબે હિન્દુત્વને મજબૂત કરવાનું કામ કર્યું. તમે બ્રિટિશ કાયદાનો ઉપયોગ ધર્મનો પ્રચાર કરનારાઓ અને રામનું નામ લેનારાને જેલમાં ધકેલી દેવા માટે કરો છો, બાળાસાહેબ શિવસેનાના મુખ્ય મંત્રી બનવવા માગતા હતા. તમે નરેન્દ્ર મોદીના નામે વોટ માગ્યા હતા. તમને લોકસભામાં સાંસદો અને વિધાનસભામાં ધારાસભ્યો મળ્યા, તમે મોદીના નામે વોટ ભેગા કર્યા. તમે મહાવિકાસ આઘાડીનો ભાગ બનીને બાળાસાહેબ ઠાકરેના વિચારોને ખતમ કર્યાં.

મહાપાલિકા ભ્રષ્ટાચારની લંકા
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રવિ રાણાએ કહ્યું, મુંબઈમાં મારો એક જ ફ્લેટ છે, તે મહેનતથી કમાયો છે. સંજય રાઉત પાસે 10 ફ્લેટ છે, મારી પાસે વર્ષ 2005થી ફ્લેટ છે. હવે 15 વર્ષ બાદ નોટિસ આપવામાં આવી રહી છે. મુંબઇ મહાપાલિકા ભ્રષ્ટાચારની લંકા છે. દરમિયાન મહાપાલિકાએ ખારમાં 8મા માળે આવેલા ફ્લેટમાં બાલ્કનીનો ભાગ વધારવા માટે રવિરાણાને કારણ બતાવો નોટિસ જારી કરી છે. બીએમસીની એક ટીમ સોમવારે તેમના ઘરની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું, જેમાં 10 ખામીઓ કાઢવામાં આવી છે.

જીવ બચાવનારાઓને ધમકી
રવિ રાણાએ વધુમાં કહ્યું કે,’જેલ પ્રશાસન મુખ્ય મંત્રીના દબાણમાં હતું. મુખ્ય મંત્રીએ ક્યારેય શિવસેનાના કાર્યકરની મદદ કરી નથી. મુખ્ય મંત્રી અંગ્રેજોના કાયદાનો ઉપયોગ કરી રહ્યા છે. લીલાવતી હોસ્પિટલ પર મહાપાલિકાએ આપેલી નોટિસ ખોટી છે. લોકોના જીવ બચાવનારા ડોક્ટરોને શિવસેના ધમકી આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...