તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ઠાકરે, પરબ, નાર્વેકરે લોકડાઉનમાં અનધિકૃત બંગલો બાંધ્યાઃ સોમૈયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાયગડના અલીબાગ, મુરુડમાં નિયમો નેવે મૂકી બંગલા બાંધ્યાનો આક્ષેપમાં વાયકરનું નામ પણ સામેલ

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય શિવસેનાના નેતાઓએ રાયગઢ જિલ્લાના અલીબાગ, મુરુડ વિસ્તારમાં નિયમોને નેવે મૂકીને બંગલો બાંધ્યા છે. ઠાકરે સિવાય તેમાં પરિવહન મંત્રી અનિલ પરબ, રાજ્ય મંત્રી રવીંદ્ર વાયકર, ઠાકરેના અંગત સચિવ મિલિંદ નાર્વેકરે ભવ્ય બંગલો અને રિસોર્ટ બાંધ્યા છે, જેની સીબીઆઈ તપાસ થવી જોઈએ, એવી માગણી ભાજપના નેતા કિરીટ સોમૈયાએ શુક્રવારે કરી હતી. અનિલ દેશમુખ જેવી જ અવસ્થા અનિલ પરબની થશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

અરબી સમુદ્રની પશ્ચિમ કિનારપટ્ટી વિસ્તારમાં દાપોલી મુરુડ ખાતે પરબ અને નાર્વેકરના બંગલો છે, જ્યારે અલીબાગના મુરુડમાં ઠાકરે અને વાયરના બંગલો છે. એક બાજુ ઠાકરે કાગળ પર 19 બંગલો ઊભા કરે છે, જ્યારે બીજી બાજુ નાર્વેકર 25 કરોડનો બંગલો બાંધે છે, જ્યારે ત્રીજી બાજુ પરબે રિસોર્ટ બાંધ્યો છે. આ રિસોર્ટની બાજુમાં જ તેમનો બંગલો પણ છે. આ બધા શિવસેનાના નેતાઓના બંગલાની સીબીઆઈ તપાસ થવી જોઈએ, એવી માગણી સોમૈયાએ કરી છે. પર પછી નાર્વેકરને પણ તે જ રહે જવું પડવાનું છે.

નાર્વેકરે દાપોલી- મુરુડ સમુદ્રકિનારે ભવ્ય બંગલો બાંધવાનું શરૂ કર્યું છે. આ બંગલો પરબના ઘરથી અમુક અંતરે છે. આ બંગલા માટે સમુદ્ર આસપાસ સાડાચારસો ઝાડ કાપવામાં આવ્યાં છે. તે જગ્યાની કિંમત રૂ. 10 કરોડ છે. ત્યાં બે માળનો બંગલો બાંધવાનું કામ ચાલુ છે. આ બાંધકામ માટે પર્યાવરણ મંત્રી આદિત્ય મંત્રીએ માર્ગદર્શન કર્યું હશે, એમ સોમૈયાએ જણાવ્યું હતું.

શિવસેના બંગલો પાર્ટી બની હોવાનો ટોણો
નાર્વેકરે આ બાંધકામ માટે કોઈ પણ પ્રાધિકરણ પાસેથી પરવાનગી લીધી નથી. આ બંગલો માટે ગ્રામપંચાયતના ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા છે અને આ બાબતે તહેસીલદારને કોઈ માહિતી નથી. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બંગલો લોકડાઉનના સમયગાળામાં બાંધવામાં આવ્યા છે. લોકડાઉનના સમયગાળામાં ઉદ્ધવનો જમણો હાથ પરબે રિસોર્ટ બાંધ્યો છે, જ્યારે ડાબા હાથ નાર્વેકર ભવ્ય બંગલો બાંધી રહ્યા છે. શિવસેના બંગલો પાર્ટી બની ગઈ છે, એવો ટોણો પણ તેમણે માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...