તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:રાજ્યમાં પક્ષને મજબૂત કરવા ઠાકરેનો શિવસૈનિકોને આદેશ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઘાડી કે યુતિની ફિકર છોડો, જનતાનાં કામ કરો

શિવસેનાના રાજ્યભરના બધા જિલ્લા પ્રમુખોની મહત્ત્વપૂર્ણ બેઠક ગુરુવારે શિવસેના ભવનમાં યોજાઈ હતી. આ સમયે તમે આઘાડી કે યુતિ થશે કે નહીં તેની ફિકર નહીં કરો, તમે ફક્ત જનતાનાં કામોકરો, રાજ્યભરમાં શિવસેનાને મજબૂત કરવા માટે પ્રયાસ કરો એવો આદેશ પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો.કોવિડ-19ના સંક્રમણ કાળમાં તમે સારાં કામ કર્યાં છે. આવાં જ સારાં કામો આગળ પણ કરતા રહો. શાખા પ્રમુખોએ દરેક ગામોને કોરોનામુક્ત કરવા જોઈએ, મહાપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતોમાં જઈને જનતા માટે કામો કરવા જોઈએ.

હાલમાં આપણે સત્તામાં છીએ. સત્તામાં હોય ત્યારે તમે શિવસેના પક્ષ મજબૂત કરવા માટે જનતા વચ્ચે જઈને કામો કરવાં જોઈએ. રાજ્યભરમાં શિવસેનાને મજબૂત કરવા પ્રયાસ કરો, એમ ઠાકરેએ તેમને જણાવ્યું હતું. શિવસેનાના રાજ્યભરના બધા જિલ્લા પ્રમુખોની બેઠક ગુરુવારે પાર પડી. શિવસેના નેતા અનિલ દેસાઈની હાજરીમાં આ સંગઠનાત્મક બેઠક સંપન્ન થઈ, જ્યારે ઠાકરેએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જિલ્લા પ્રમુખોને સંબોધન કર્યું હતું.

શિવસંપર્ક ઝુંબેશ શરૂ કરશે
દરમિયાન શિવસેના રાજ્યભરમાં શિવસંપર્ક ઝુંબેશ શરૂ કરશે. આ અંતર્ગત રાજ્યભરમાં આ ઝુંબેશ આગામી 12-24 જુલાઈ સુધી અમલ કરાશે. મારું ગામ, કોરોનામુક્ત ગામ માટે દરેક ઘરમાંથી શાખા પ્રમુખોએ જનતાની માહિતી લેવી. રસીકરણ કર્યું કે નહીં, તેમની અન્ય કોઈ મુશ્કેલીઓ છે કે કેમ, વિકાસાત્મક યોજના તેમના સુધી પહોંચી રહી છે કે નહીં તેની પણ માહિતી લો, એમ ઠાકરેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...