તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકરણ:ઠાકરે જ પાંચ વર્ષ મુખ્ય મંત્રી ,કોંગ્રેસનો પણ શિવસેનાને ટેકો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉદ્ધવ ઠાકરે - Divya Bhaskar
ઉદ્ધવ ઠાકરે
  • જોકે રાષ્ટ્રવાદીએ મુખ્ય મંત્રીપદ માગ્યું તો યોગ્ય ભૂમિકા અમે લઈશું

ત્રણ પક્ષોની બનેલી મહાવિકાસ આઘાડી સરકારમાં મુખ્ય મંત્રીપદ પરથી પડદાની પાછળ ચાલતી ચર્ચા હવે સામે આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે જ પાંચ વર્ષ સુધી મુખ્ય મંત્રી રહેશે, પરંતુ જો રાષ્ટ્રવાદી મુખ્ય મંત્રીપદની માગણી કરશે તો તે સમયે કોંગ્રેસ યોગ્ય ભૂમિકા લેશે, એમ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ સોમવારે મહત્ત્વનું વિધાન કર્યું હતું.

મુખ્ય મંત્રીપદ શિવસેના પાસે જ રહેશે એમ શિવસેનાના સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ કર્યા પછી તર્કવિતર્કો લડાવવામાં આવી રહ્યા હતા. જોકે પટોલેએ સોમવારે શિવસેનાને જ સમર્થન આપ્યું છે. સામાન્ય રીતે મિલીજૂલી સરકારમાં અઢી- અઢી વર્ષ મુખ્ય મંત્રીપદ ભોગવવામાં આવે છે. આથી અઢી વર્ષ પછી રાષ્ટ્રવાદી મુખ્ય મંત્રીપદ માગી શકે એ ધ્યાનમાં લેતાં રાઉતે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું. આ સાથે તેમણે જો મુખ્ય મંત્રીપદને લઈને કોઈ પક્ષ ટેકો પાછો ખેંચી લેશે તો શિવસેના ફરી ભાજપ સાથે જવા તૈયાર છે એવો ગર્ભિત ઈશારો પણ આપ્યો હતો. જોકે હવે કોંગ્રેસે પણ શિવસેનાને ટેકો આપ્યો છે.

રાઉતે કહ્યું હતું કે રાજ્યમાં શિવસેનાનો મુખ્ય મંત્રી પાંચ વર્ષ રહેશે. અમારી અંદર આ વિશે સર્વ ચર્ચા થઈ ચૂકી છે. આથી રાઉતને અમારું સમર્થન છે. ઠાકરે જ મુખ્ય મંત્રી રહેશે. તેમને કોંગ્રેસને ટેકો છે. જો રાષ્ટ્રવાદીને મુખ્ય મંત્રીપદ જોઈતું હોય તો તે સમયે કોંગ્રેસ ભૂમિકા લેશે, એમ પટોલેએ પણ હવે ગર્ભિત ઈશારો આપી દીધો છે.

નાના પટોલે
નાના પટોલે

ચૂંટણી પછી શ્રેષ્ઠીઓ નિર્ણય લેશે
2024ની ચૂંટણીમાં કોંગ્રેસ મોટો પક્ષ ઠરશે. જનતાએ અમને વધુ બેઠકો આપી તો અમારા પક્ષ શ્રેષ્ઠીઓ કોને મુખ્ય મંત્રી બનાવવો તે અંગે નિર્ણય લેશે. જોકે હાલમાં આઘાડીમાં ઠાકરે જ મુખ્ય મંત્રી રહેશે. હું મુખ્ય મંત્રીની રેસમાં નથી, એમ પટોલેએ જણાવ્યું હતું.કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ સ્વબળે લડશે એ અમારી ભૂમિકા છે.

કાર્યકરોની પણ એવી ઈચ્છા છે. આથી જ અમે આ નિર્ણય લઈ રહ્યા છીએ. જો શિવસેના અને રાષ્ટ્રવાદી એકત્ર આવી ગયા તો કોંગ્રેસને ફટકો પડશે એવું પુછાતાં પટોલેએ જણાવ્યું હતું કે જો બંને પક્ષ એકત્ર આવશે તો પંઢરપુર વિધાનસભાની ચૂંટણીમાં તેમને કઈ રીતે પછડાટ મળી તે બધાએ જોયું જ છે. આથી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડશે.

અન્ય સમાચારો પણ છે...