આરોપ:ઠાકરેને મુખ્ય મંત્રી સંબોધવામાં શરમ આવે છેઃ નારાયણ રાણે, દિશા સાલિયન, સુશાંત સિંહનો મુદ્દો ફરી ઉઠાવ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી કહેવાની શરમ આવે છે, એમ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ સોમવારે જણાવ્યું હતું. ઠાકરેની બીકેસીની સભામાં ભાષણ પર રાણેએ પત્રકાર પરિષદ લઈને ટીકા કરી. મુખ્ય મંત્રીએ મોટી જાહેરાતબાજી કરીને સભા લીધી એવો આરોપ પણ તેમણે કર્યો હતો.મોટા ગાજાવાજા કરીને ઠાકરેએ બીકેસીમાં જાહેર સભા લીધી. કોઈ પણ ચૂંટણી નથી છતાં આટલી જાહેરાતબાજી કરીને તેમને સભા લેવી પડી. શક્તિપ્રદર્શન કરવા માટે તેમણે આ સભા લીધી. આ સભામાં એઠલો વધુ ખર્ચ કર્યો કે તેમને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી કહેવાની શરમ આવે છે.

યશવંતરાવ ચવ્હાણથી દેવેન્દ્ર ફડણવીસ સુધી અનેક મુખ્ય મંત્રી થયા. તેમણે પોતાની પ્રતિમા સાથે મહારાષ્ટ્રની પ્રતિમા વધારવાનું કામ કર્યું. દિગ્ગજ હતા બધા, રાજ્યમાંથી પછી દિલ્હીમાં અનેક જણ ગયા અને દેશમાં પણ પોતાની કારકિર્દી ગજવી. જોકે પરમદિવસનું ભાષણ સાંભળ્યા પછી ખરાબ લાગ્યું. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પાસેથી આવી અપેક્ષા નહોતી, એમ તેમણે જણાવ્યું હતું. લોકોના ચૂલા પેટાવવા નીકળ્યા છો? ઊલટું લોકોનું જીવન બરબાદ કરવા નીકળ્યા છો. દિશા સાલિયનનો સંસાદ બરબાર કરી નાખ્યો, સુશાંત સિંહનો કર્યો, પૂજા ચવ્હાણનું જીવન બરબાદ કર્યું અને ચૂલા પેટાવીશું એમ કહો છો.

મુખ્ય મંત્રીનું ભાષણ એટલે જૂઠાણું અને બોગસપણું છે, એવો આરોપ પણ તેમણે કર્યો હતો.તમે મૂલ્યમાપન શેનું કરો છો? અયોધ્યામાં તમારા લોકો હતા, તમે ક્યા હતા? શિવસેનાનાં 35 વર્ષમાં તમે દેખાયા હતા? મરાઠી યુવાનોના હાથોમાં તમે પથ્થર આપ્યા. પથ્થર આપીને જે લોકોએ કેસીસ પોતાની પર લીધા તેઓ આજે બરબાદ થઈ ગયા છે. વિઠ્ઠલ ચવ્હાણ, રમેશ મોરે, જયા જાધવ કઈ રીતે મર્યા તે હજુ ખબર નથી. મુખ્ય મંત્રીએ શોધી કાઢવું જોઈએ. ઈતિહાસ કઢાવવાનો વારો લાવશો નહીં. તમે ત્યાં ક્યારેય નહોતા, એમ કહીને રાણેએ હલ્લાબોલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...