તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઠાકરે સરકારનો માથાનો દુખાવો, OBC માટે ભુજબળનું આંદોલન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમતા પરિષદ દ્વારા રાજ્યભરમાં આંદોલન

રાજ્યમાં એક બાજુ મરાઠા અનામતનો મદ્દો સળગી રહ્યો છે ત્યારે રાષ્ટ્રવાદીના નેતા અને અન્ન તથા નાગરી પુરવઠા મંત્રી છગન ભુજબળે ઓબીસી અનામત માટે આંદોલન પોકાર્યું છે. નાશિકમાં બુધવારે સમતા પરિષદે રાજ્યભરમાં આંદોલન કરવાની ઘોષણાકરી છે. આથી ઠાકરે સરકારનો માથાનો દુખાવો ઓર વધશે.ભુજબળના નાશિકના નિવાસસ્થાન બુધવારે બેઠક પાર પડી. તેમાં ઓબીસી રાજકીય અનામતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ પછી રસ્તા પર લડાઈ લડવા માટેસમતા પરિષદે ઘોષણા કરી હતી.

સમતા પરિષદ આંદોલન ઓબીસી અનામત બચાવ માટે છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, કોઈએ પણ આનો ઉકેલ લાવવો જોઈએ. તે માટે ઓબીસી સમાજ આંદોલન કરશે. અન્ય સમાજ પણ આંદોલન કરી રહ્યા છે. ઓબીસી સમાજને આંચ નહીં આવે તે રીતે મરાઠા સમાજને અનામત આપો તેમાં અમને કોઈ વાંધો નથી. કોર્ટમાં ચુકાદો આવ્યો એટલે અનામતનો મુદ્દો પૂરો થયો એવું નથી, એમ ભુજબળે જણાવ્યું હતું.મરાઠા અનામત માટે બંધારણમાં દુરસ્તી થવી જોઈએ એવો મત અમુક લોકોને છે તે ખોટો નથી.

પરભણી ખાતે ઓબીસી આંદોલનકારીઓ પર ગૂના દાખલ થઈ રહ્યા છે. અમુક ઠેકાણે અન્યસમાજ આંદોલન કરે છે તો પછી અહીં જ ગુના શા માટે દાખલ કરવામાં આવે છે એવો પ્રશ્ન તેમણે પોતાની સરકારને પૂછીને નારાજી વ્યક્ત કરી હતી.વિજય વડેટ્ટીવારે ઓબીસી સમાજ માટે મેળાવડો લીધો છે ત્યાં હું જવાનો છું. ગુરુવારથી સમતા પરિષદ ઓબીસી આંદોલન કરી રહી છે અને હું તેમાં યોગ્ય સમયે સામેલ થઈશ, એમ ભુજબળે જણાવ્યું હતું.

સમતા પરિષદ કોણે ઊભી કરી
સમતા પરિષદ સંગઠન છગન ભુજબળે ઊભું કર્યું છે. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યમાં તેમણે લીધેલા મેળાવડા, લાખ્ખોની સંખ્યામાં મળેલો પ્રતિસાદ આજે પણ જીવંત છે. છેલ્લાં થોડાં વર્ષોમાં સમતા પરિષદની સક્રિયતા ઝાઝી દેખાઈ નહોતી. જોકે હવે ફરી એક વાર આ સમાજ એકત્ર આવ્યો છે.ઓબીસીનું રદ થયેલું રાજકીય અનામત દેખાવામાં એક જ મુદ્દો હોવા છતાં 54 ટકા ઓબીસી પર અનેક રીતે અન્યાય થઈ રહ્યો છે એ ભાવના હવે સ્પષ્ટ બોલીને બતાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર માટે આ આંદોલન ફાયદાનું નીવડશે કે નુકસાનીનું, કોર્ટના હાથના મુદ્દા પરથી રસ્તા પર લડત આપનાર આ સમાજને ખરેખર દિલાસો મળશે એવા અનેક પ્રશ્નો આ નિમિત્તે ઉપસ્થિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...