રાજકારણ:OBC અનામત કાયમી સ્થગિત કરવા માટે ઠાકરે સરકારનું કાવતરું: ભંડારી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે તમાચો માર્યા પછી જવાબદારી ઢોળવાની રમત ફરીથી શરૂ

અદાલતમાં દરેક મામલામાં નિષ્ફળ રહી તમાશો બની રહી હોવા છતાં ઓબીસી અનામતના મુદ્દે છેડછાડ કરતી ઠાકરે સરકારના ઈરાદા હવે સ્પષ્ટ થઈ ગયા છે. સરકારમાં ત્રણેય પક્ષો ઓબીસીને રાજકીય અનામત આપવાની ઈચ્છા ધરાવતા ન હોવાથી કોર્ટે મોઢા પર તમાચો માર્યા બાદ પણ સરકારે ફરીથી જવાબદારી ઢોળવાની રમત રમવાનું શરૂ કરી છે.

ઓબીસી આરક્ષણ પુનઃસ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો ઇમ્પિરિકલ ડેટાનું સંકલન કરવાનો હતો ત્યારે ઠાકરે સરકાર તેની સાથે ધકેલપંચા દોઢસો કરીને અનામતને કાયમી ધોરણે ફ્રીઝ કરવાની યોજના બનાવી રહી હતી, એમ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ માધવ ભંડારીએ ગુરુવારે જણાવ્યું હતું. વાસ્તવમાં ઠાકરે સરકારનો ઈરાદો ત્યારે જ સ્પષ્ટ થઈ ગયો જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સરકારે ૩૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ બહાર પાડવામાં આવેલા વટહુકમને કાયદામાં રૂપાંતરિત કરવા માટે જાણીજોઈને છેડછાડ કરી.

તે પછી ઠાકરે સરકારે ઓબીસીની અનામતનો મુદ્દો કેવી રીતે ન્યાયી છે તે સ્પષ્ટ કરવા માટે કોર્ટના આદેશનો અમલ કરવામાં ૧૫ મહિનાનો સમય લીધો, અને અનામતની મર્યાદા ૫૦ ટકાથી આગળ વધી રહી હોવાનું કહીને તેને પુનઃસ્થાપિત કરવાનો માર્ગ અવરોધિત કર્યો. ત્યારબાદ અદાલતે શાહી ડેટાના સંકલન માટે સરકારને મોઢા પર વધુ એક લપડાક મારી હતી. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે, વિધાનસભા અને મુખ્ય મંત્રી સાથેની બેઠકમાં નિર્દેશ કર્યો કે આરક્ષણ સ્થાપિત કરવાનો એકમાત્ર રસ્તો શક્ય તેટલી વહેલી તકે ઇમ્પીરિકલ ડેટાનું સંકલન કરવાનો છે,

આ બાબતે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધિ મંડળમાં અને મુખ્ય મંત્રી સાથે થયેલી બેઠકોમાં પણ ધ્યાન દોર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.પછાત વર્ગ પંચે ખાતરી આપી હતી કે જો રાજ્ય સરકાર સંસાધનો પ્રદાન કરે તો ટૂંકા ગાળામાં આવો ડેટા જનરેટ કરી શકાય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજ્યના મંત્રીઓ પંચની માંગણીઓને અવગણીને અનામત માટે કૂચ અને આંદોલન કરીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા,

રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પર વારંવાર આંગળી ચીંધવા અને તેની નિષ્ફળતાઓ છુપાવવાના તેના ભાગેડુ વલણને પુનરાવર્તિત કર્યું અને ફરિયાદ કરવાનું શરૂ કર્યું કે કેન્દ્ર સરકાર ઈમ્પીરિકલ ડેટા પ્રદાન કરતી નથી. હવે જ્યારે સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારના કાન આમળ્યા છે, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું છે કે ઈમ્પિરિકલ ડેટાનું સંકલન કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

ઘટક પક્ષો વચ્ચે સંકલનનો અભાવ
ગઠબંધન સરકારની અનિચ્છા અને સત્તામાં રહેલા ઘટક પક્ષો વચ્ચે સંકલનના અભાવને કારણે ઠાકરેએ ફરી એકવાર મરાઠા અનામતની સાથે ઓબીસી આરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી સરકાર અનામતના હત્યારા હોવાના પાપનું પ્રાયશ્ચિત નહીં કરે ત્યાં સુધી ભાજપ શાંતિથી નહિ બેસે. માત્ર વટહુકમ બહાર પાડવો પૂરતો નથી, આ માટે નક્કર પુરાવા અને આંકડા આપવા જરૂરી છે, એની જાણ હોવા છતાંય મહારાષ્ટ્રની સરકારે કોર્ટમાં ધકેલ પંચા દોઢસો કરે રાખ્યું છે, જેને કારણે મહારાષ્ટ્ર સરકારની નાલેશી થઈ છે. તેમણે એવી પણ માગણી કરી હતી કે ઠાકરે સરકારે પોતાની લાજ બચાવવા કેન્દ્રના નામે આંગળી ચીંધવાને બદલે ઓબીસી આરક્ષણ માટેની જરૂરી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...