બાળાસાહેબ ઠાકરે અસલી છે અને ઉદ્ધવ ઠાકરે નકલી છે એમ જણાવતા ભાજપ નેતા કિરીટ સોમૈયાએ હિંદુત્વનાના મુદ્દા પરથી શિવસેનાની ટીકા કરી હતી. તમારું હિંદુત્વ ખોટું છે. ઉદ્ધવ ઠાકરે ડરપોક છે. તેમણે એક પણ ભ્રષ્ટાચાર પર સ્પષ્ટતા કરી નહીં. અસલી કોણ છે અને નકલી કોણ છે એની જનતાને માહિતી છે. તમારી માફિયા સેનાના 18 જણની તપાસ ચાલુ છે એમ સોમૈયાએ જણાવ્યું હતું.
શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની શનિવારે બીકેસીમાં સભા થઈ હતી. લગભગ એક કલાકના ભાષણમાં ઉદ્ધવ ઠાકરેએ વિરોધી પક્ષનેતા દેવેન્દ્ર ફડણવીસ, રાજ ઠાકરેની ટીકા કરી હતી. પોતાના ભાષણમાં ફડણવીસ અને ભાજપને ટાર્ગેટ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ આ સમયે અનેક મુદ્દા પર વક્તવ્ય કર્યા હતા. તેમની ટીકાનો સોમૈયાએ જવાબ આપ્યો હતો. આ સમયે તેમણે ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું હતું. વાશિમ અને પુણેમાં શિવસૈનિકોએ મારા પર હુમલો કર્યો એમ સોમૈયાએ જણાવ્યું હતું. સંજય રાઉતને બોલાવનારા ઉદ્ધવ ઠાકરે છે. તમારા અનેક મંત્રી કોર્ટના ચક્કર મારે છે.
કેટલાક જેલમાં છે તો કેટલાક હોસ્પિટલમાં છે. ઉદ્ધવ ઠાકરેને કોર્ટે જવાબ આપ્યો છે. એ શનિવારે તેમના ચહેરા પર દેખાતું હતું. તમારામાં હિંમત હોય તો સ્પષ્ટ કરો કે એ 19 બંગલા કોના છે. ઉદ્ધવ ઠાકરે ડરપોક છે. મહારાષ્ટ્રની જનતાને લુંટવાનું કામ ઉદ્ધવ ઠાકરે સરકાર કરી રહી છે. તેજસ ઠાકરેએ મની લોન્ડરિંગ કર્યું છે. રશ્મી ઠાકરે વિશે મારે વધુ બોલવું નથી એમ સોમૈયાએ જણાવ્યું હતું. જો કે આ સમયે સોમૈયાએ મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર પર જોરદાર નિશાન સાધ્યું હતું. ચમચાગિરી કરતા ધ્યાનમાં રાખો કે તમે ભ્રષ્ચાચાર કર્યો છે એમ સોમૈયાએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.