થાણે જિલ્લાના દહિસર મોરી અને ઠાકુરપાડા ગામના રહેવાસીઓને તલવાર અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે ડરાવવા બદલ એક મહિલા સહિત પાંચ જણની પોલીસે ધરપકડ કરી છે, એમ પોલસે શનિવારે જણાવ્યું હતું. શુક્રવારે, કેટલાક સ્થાનિક રહેવાસીઓએ પાંચ આરોપીઓને પકડ્યા અને તેમને પોલીસને સોંપ્યા હતા, જે પછી તરત તેમની ધરપકડ કરવામાં આવી.
શીલ ડાયઘર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે 12.15 થી 3.45 વાગ્યાની વચ્ચે, આરોપીઓએ આ વિસ્તારોમાં તલવારો, કુહાડીઓ અને તીક્ષ્ણ હથિયારો હાથમાં લઈને આવ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓને ભયભીત કર્યા હતા. તેઓએ ઘણાં ઘરોના દરવાજા ખખડાવ્યા અને કોઈ પણ કારણ વગર રહેવાસીઓને ધમકાવ્યા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
અંતે, કેટલાક રહેવાસીઓએ હિંમત ભેગી કરી અને આરોપીઓને પકડી પાડ્યા. બાદમાં પાંચેય આરોપીઓને પોલીસને હવાલે કર્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ જાવેદ સલીમ શેખ, દિલાવર ફરીદ શેખ, શાહિદ નસીર શેખ, સાદ અહેમદ અને મારિયા જાવેદ ખાન તરીકે કરવામાં આવી છે.પાંચેય સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 143, 147, 148, 323, 504 અને 506 અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ગેંગમાં કેટલાક વધુ લોકો સામેલ હતા અને પોલીસ તેમને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.