કાર્યકરોની ગુંડાગીરી:પવારના આશીર્વાદથી રાજ્યમાં નિયોજિત આતંકવાદઃ ઉપાધ્યે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યકરોની ગુંડાગીરીને કારણે શાંતિથી જીવવાનો લોકોનો અધિકાર સંકટમાં

રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવારની મૌન સંમતિથી મહારાષ્ટ્રમાં સરકાર પ્રાયોજિત આતંકવાદ ફેલાઈ રહ્યો છે, રાષ્ટ્રવાદી કાર્યકરોએ પોલીસને બાનમાં રાખી આચરેલી ગુંડાગીરીને કારણે શાંતિથી જીવવાનો જનતાનો અધિકાર સંકટમાં આવી પડ્યો છે, એવો આરોપ કેશવ ઉપાધ્યે મંગળવારે કર્યો હતો. તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. પ્રદેશ ઉપપ્રમુખ ધારાસભ્ય પ્રસાદ લાડ, માજી ધારાસભ્ય નરેન્દ્ર પવાર, પ્રદેશ પ્રવક્તા ગણેશ હાકે, રાજ્ય ચર્ચા પ્રતિનિધિ પ્રેરણા હોનરાવ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા.

અંતર્ગત સત્તા સંઘર્ષથી ઉદભવેલી નિષ્ફળતાને કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકર્તા કાયદો હાથમાં લઈ ચલાવી રહેલી ગુંડાગીરી અને દહેશત તાત્કાલિક ધોરણે અટકાવીને કાયદાને તેનું કામ કરવા દો, આ મુજબની સલાહ પણ ઉપાધ્યેએ આપી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુંડાગીરી અને આતંકવાદમાં સામેલ કાર્યકરોને સુરક્ષા પૂરી પાડવા માટે રાજ્યના ગૃહ વિભાગ તરફથી સૂચના મળ્યા બાદ પોલીસના હાથ બાંધી દેવામાં આવ્યા છે.

દહેશતવાદને પડકાર સામે કાર્યવાહી
પાલઘરમાં સાધુઓની હત્યા, મંત્રી આવ્હાડના બંગલા પર કરમુસે નામના એન્જિનિયરની પોલીસની દેખતા મારપીટ, ગોપીચંદ પડલકર પર જીવલેણ હુમલો, રાષ્ટ્રવાદી કાર્યકરો દ્વારા ભાજપના પ્રવક્તા વિનાયક આંબેકરની ઓફિસમાં ઘુસીને હુમલો, એનસીપી કાર્યકરો દ્વારા મંત્રી સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમમાં દહેશત ઊભી કરવાનો પ્રયત્ન, અને પોલીસે અટકાયત કર્યા પછી પણ એક અભિનેત્રી સાથે મારપીટના પ્રયાસની આ તમામ ઘટનાઓ એ વાતનો પુરાવો છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસએ કાયદો પોતાના હાથમાં લીધો છે.

તેમણે કહ્યું કે રાજ્યનું ગૃહ ખાતું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નિયંત્રણ હેઠળ હોવાથી, દંગો કરનારાઓ સામે કાર્યવાહી ન કરતા દહેશતવાદને પડકારતા લોકો સામે જ કાર્યવાહી કરાતી હોવાથી, સત્તાધારીઓ દ્વારા જાણીજોઈને રાજ્ય અસ્થિર કરવાનો પ્રયત્ન થતો હોવાની શંકાએ ઉદભવે છે. એમ પણ તેમણે કહ્યું હતું. કેતકી ચિતળે કેસ પછી જાહેર પત્રિકાઓ બહાર પાડી અને મારમારી કરવના, તોડવાનો આદેશ કરતી વખતે પોલીસ અને સરકાર દ્વારા જાળવવામાં આવેલ મૌન આ ષડયંત્રનો પુરાવો છે એમ પણ ઉપાધ્યેએ ઉલ્લેખ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...