નિર્ણય:મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ-વન 20 ઓક્ટોબરથી ખોલવામાં આવશે

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબશ અને હવાઈ પ્રવાસ માટે પ્રવાસીઓમાં વધેલો વિશ્વાસ ધ્યાનમાં લેતાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ) તેનું ટર્મિનલ ૧ (ટી૧) ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કામગીરી માટે ૨૦મી ઓક્ટોબરથી ખુલ્લું મૂકશે.

ટી૧ પરથી રોજ આશરે ૧૫૬ ફ્લાઈટ આવનજાવન કરે છે, જ્યારે ટી૨ પરથી આશરે ૩૯૬ ફ્લાઈટ્સ આવનજાવન કરે છે. માર્ચ ૨૦૨૧માં નાને પાયે ટી૧ની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે પછી હંગામી ધોરણે કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી અને ટી-૨ થકી સેવાઓ ચાલુ રખાઈ હતી. હવે ટી-૧ થકી સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી રહી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનાં પગલાં જાળવવામાં મદદ થશે, પ્રવાસીઓની સુરક્ષા વધશે અને આસાન અવરજવરની પણ ખાતરી રહેશે.

૨૦મી ઓક્ટોબરની મધરાતથી ગોફર્સ્ટ, સ્ટાર એર, એર એશિયા અને ટ્રુજેટ તેની બધી ડોમેસ્ટિક કામગીરીઓ ટી-૧ પરથી શરૂ કરશે, જ્યારે ઈન્ડિગોની ચુનંદી ફ્લાઈટ્સ ૩૧મી ઓક્ટોબરથી શરૂ થશે, જેની મોટા ભાદની ફ્લાઈટ હાલમાં ટી-૨થી ચલાવવામાં આવી રહી છે અને બેઝ ફ્લાઈટ્સ ટી-૧ની બહારથી કામગીરી શરૂ કરશે. ટી-૧ પર આવનારા બધા પ્રવાસીઓને લાઉન્જીસની લક્ઝરી, વિશ્વ કક્ષાનો રિટેઈલ અને એફએન્ડબી અનુભવવા મળશે, જ્યાં સર્વોચ્ચ સુરક્ષા અને હાઈજીનનાં ધોરણોનું પાલન કરવામાં આવશે.

૧૨ રજિસ્ટ્રેશન ડેસ્ક્સ
પ્રવાસીઓની સુવિધા માટે સર્વ આવવા- જવા માટેનાં પરિવહનનાં માધ્યમો હવે અગાઉની જેમ ઉપલબ્ધ બનશે. ટી-૧ ખાતે ૧૨ રજિસ્ટ્રેશન ડેસ્ક્સ હશે અને આગામી તથા પ્રસ્થાન માટે ૧૨ ટેસ્ટિંગ બૂથ્સ હશે, જ્યાં પ્રવાસીઓએ એરપોર્ટ ખાતે આરટી- પીસીઆર ટેસ્ટ હેઠળ પસાર થવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...