ભાસ્કર વિશેષ:ટર્મિનલ-2 પ્લેટિનમ રેટેડ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા લાગલગાટ બીજી વાર સિદ્ધિ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ એરપોર્ટ (સીએસએમઆઈએ)ને વધુ એક સિદ્ધિ મળી છે. તેના ટર્મિનલ-2ને પ્લેટિનમ રેટેડ ગ્રીન એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ પ્રોજેક્ટનું સન્માન મળ્યું છે. ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા 2021થી 2024 માટે આ સન્માન આપવાં આવ્યું છે. ઉત્કૃષ્ટ સંચાલન કામગીરી, જાળવણી અને પ્રવાસીના સ્વાસ્થ્ય કલ્યાણ માટે એરપોર્ટ ખાતે સુવિધાઓની બાબતમાં લાગલગાટ બીજી વાર તેને આ સન્માન પ્રાપ્ત થયું છે. અગાઉ તેને 2016-2019 માટે આ સન્માન મળ્યું હતું.

મુંબઈ એરપોર્ટે વર્ષોનાં વહાણાં વીતવા સાથે જળ કાર્યક્ષમતા, ઊર્જા કાર્યક્ષમતા, આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણ વ્યવહારો વગેરે જેવી મુખ્ય વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખીને સક્ષમ કામગીરી હાથ ધરીને એરપોર્ટ ખાતે હરિત પ્રક્રિયાઓનો નવો દાખલો બેસાડ્યો છે. આ પ્રગતિ પર્યાવરણના વ્યવસ્થાપન હેઠળ પડકારોને પહોંચી વળવા માટે ઈનોવેટિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવા સાથે સંચાલન કાર્યક્ષમતા લાવે છે.એરપોર્ટ પર ચોખ્ખા વીજ ઉપભોગમાંથી 6.6 ટકા સૌર ઊર્જાનો હિસ્સો છે.

સર્વ બહારી લાઈટ્સ માટે એલઈડી ફિક્સ્ચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આને કારણે વાર્ષિક ઉપભોગ આશરે 6.5 મિલિયન યુનિટ્સ ઓછો થયો છે. એર હેન્ડલિંગ યુનિટ્સમાં ઈસી ફેન્સ ગોઠવવામાં આવ્યા છે, જે ઊર્જા ઉપભોગ ઓછો કરે છે અને જાળવણીના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો કરે છે.ઠંડા અને ગરમ વિસ્તારોને મઢી લેવા માટે ઘણાં બધાં વ્યૂહાત્મક સ્થળો ખાતે વાય- ફાય આધારિત ટેમ્પરેચર સેન્સર્સ સાથે ટેમ્પરેચર મોનિટરિંગ માટે આઈઓટી આધારિત સેન્સરની ગોઠવણી કરવામાં આવી છે. તે આખી ઈમારતના ટેમ્પરેચરની દેખરેખ અને નિયંત્રણ રાખે છે.

એરપોર્ટની વીજ બચાવવા કામગીરી
મુંબઈ એરપોર્ટે ઊર્જા સંવર્ધન પગલાં લઈને વાર્ષિક આશરે 13 મિલિયન યુનિટ્સ ઊર્જાની બચત કરી છે અને ગ્રિડ પર આશરે 2 મેગાવેટ લોડ ઓછો કર્યો છે. શૂન્ય જળ ડિસ્ચાર્જ નીતિ હેઠળ પાણીનો ઉપચાર કરવા અને કૂલિંગ ટાવર અને બાગાયતી હેતુઓ માટે માટે ઉપચારિત પાણીનો ઉપયોગ કરવા માટે એસટીપી ધરાવે છે. તેની પાસે 26 લાખ લિટર વરસાદી પાણી માટેની ટાંકી છે. જળ કાર્યક્ષમતાના ખાતરી રાખવા માટે ભૂજળને રિચાર્જ કરવા માટે ટર્મિનલોમાં 229 વરસાદી જળ સંગ્રહ ખાડા છે. આગામી વર્ષોમાં તે ઊર્જા આવશ્યકતાના 100 ટકા નવીનીકરણક્ષમ ઊર્જા થકી પહોંચી વળશે.

અન્ય સમાચારો પણ છે...