ભાસ્કર વિશેષ:દસમાના વિદ્યાર્થીઓએ કોરોના સંકટ પર તૈયાર કર્યું ગીત

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેઝિંગ ટાઈમમાં મહામારી દરમિયાન આમઆદમીની દુર્દશા પર પ્રકાશ

પુણેમાં ધ એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની સંગીત પ્રતિભાને વાચા આપવા માટે ગીત પ્રસ્તુત કર્યું છે. અમેઝિંગ ટાઈમ્સ ગીત થકી તેમણે કોરોના સંકટ દરમિયાન પારિવારિક માહોલની પળો અને પોતાના અંગત જીવનમાં આવેલા બદલાવ સાથે સંબંધિત ભાવનાઓ વ્યક્ત કરી.

ધોરણ 10મી શિક્ષિકા સુજાતા કુક્કેમાનેએ પહેલ કરતાં વિદ્યાર્થીઓને કવિતા, નૃત્ય અને અન્ય વૈકલ્પિક કળાઓના માધ્યમથી કોરોના સંકટ દરમિયાન પોતાના અનુભવોને વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા. 10માના વિદ્યાર્થી એરોન વિંગેટે કોવિડ-19 મહામારી દરમિયાનની સ્થિતિ અને આમઆદમીની દુર્દશા પર પ્રકાશ પાડતાં અમેઝિંગ ટાઈમ તૈયાર કર્યું. તેમાં આર્યન નાયર અને અનુવંશ ચૌધરીએ સાથ આપ્યો. વિદ્યાર્થીઓના ગુણોને મંચ આપવા સંસ્થાના સીઈઓ ડો. મૈથિલી તાંબેએ ગીતને વ્યાવસાયિક રીતે બનાવવાનો નિર્ણય લીધો, જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે. આ ગીતનું નિર્માણ સાઈલન્સ સ્ટુડિયોમાં કરાઈ રહ્યું છે.

આ ગીત પહેલી વાર જૂન 2021માં આયોજિત બાળકોના વર્ચ્યુઅલ ક્લાસ સંમેલનમાં પ્રદર્શિત કરાયું હતું. પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલમાં ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગની પ્રક્રિયાને પૂર્ણ કરી. આ દરમિયાન સ્કૂલના સંગીત શિક્ષક સાવિયો સેબેસ્ટિયને ગીતને સંકલિત વર્ચ્યુઅલ કોર વિડિયોના રૂપમાં એકસાથે રાખ્યું અને તેને એકસાથે સંકલિત કર્યું. અન્ય વિદ્યાર્થી અદિતિ ખાંડકરે ગીતને પ્રથમ વિડિયો માટે ક્લિપ અને તસવીરો એકત્ર કરી.

ગીતથી ભાવનાત્મક જોડાણ : શિક્ષિકા સુજાતા કુક્કેમાનેએ જણાવ્યું કે એરોને કાલ્પનિક બુદ્ધિથી ફક્ત અડધા કલાકમાં ગીતની રચના કરી. આર્યન અને અનુવંશે એરોન સાથે કામ કર્યું અને સુંદર ગીત તૈયાર કર્યું. અમેઝિંગ ટાઈમ ગીતના રૂપમાં બધા વિદ્યાર્થી એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયા હતા.

વિદ્યાર્થીઓ શું કહે છે
એરોને કહ્યું, મારા માટે ફક્ત એક ગીત નથી. આ એ વાતનું પ્રમાણ છે કે આપણે જીવનમાં સૌથી મુશ્કેલ સમયમાં કઈ રીતે ટકી રહેવું અને બચી રહેવું જોઈએ. અનુવંશે જણાવ્યું કે સ્ટુડિયો રેકોર્ડિંગે સંગીતની નવી દુનિયા સાથે મારો પરિચય કરાવ્યો. આ સફર મારા પુસ્તક અમેઝિંગ ટાઈમમાં નોંધ કરાશે. આર્યને જણાવ્યું કે આ ગીત એ બતાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણી સ્કૂલ કેટલી દ્રઢ અને ધીરજવાન છે. અમે ઉત્સાહી રહીએ, નિરાશ નહીં બનીએ તે માટે અમારી સ્કૂલ હંમેશાં પ્રયત્નશીલ રહી.

અન્ય સમાચારો પણ છે...