તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તેજસ્વિની મહિલા ટિકીટ સ્કવોડે બે માસમાં 13 લાખ દંડ વસૂલ્યો

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દંડની રકમ વસુલવામાં 24.69 ટકાની વૃધ્ધિ, કુલ 3.43 કરોડ રકમ મળી

સેન્ટ્રલ રેલ્વેના મુંબઇ ડિવિઝનમાં મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ તેજસ્વિની દ્વારા નાણાંકીય વર્ષ 2019-2020 દરમિયાન ગત વર્ષની તુલનાએ દંડની રકમ વસુલવામાં 24.69 ટકાની વૃધ્ધિ થઈ છે. આ વિશેષ લેડીઝ સ્કવોડમાં વિવિધ સ્ટેશનોના લેડીઝ ટીસી સ્ટાફને સામેલ કરીને આ ટુકડીમાં તૈનાત કરવામાં આવ્યા છે. 17 ઓગસ્ટ 2001ના રોજ રેલવેની મહિલા મુસાફરો અને ખાસ કરીને લેડિઝ કોચ અને પરા વિભાગમાં અન્ય અનિયમિત મુસાફરોને ટ્રેક કરવા આ મહિલા સ્કવોડની રચના કરાઇ હતી.

તેજસ્વિની સ્કવોડની રચનાએ મહિલા ટીટીઈને વધારાના ઉત્સાહથી પ્રોત્સાહન આપ્યું છે. કાર્યમાં પહેલ અને ઉત્સુકતાને લીધે સતત દર વર્ષે વધુ ભાડાની આવકમાં વધારો થયો અને તેજસ્વિની ટુકડીઓની કામગિરીમાં વસૂલી ગત નાણાકીય વર્ષમાં 2.75 કરોડ હતી જે હાલના નાણાકીય વર્ષમાં દંડની રકમ વધીને રૂ. 3.43 કરોડ થઇ છે. અગાઉના નાણાકીય વર્ષ કરતા 5.97% વધુ મામલાઓ ઝડપ્યા છે. અગાઉના નાણાંકીય 1.17 લાખ કેસની સામે 1.24 લાખ કેસ પ્રાપ્ત થયા છે. કોરોના કાળમાં ફકત સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના દરમિયાન જ તેજસ્વિની ટીમોએ 5,119 મામલા ઝડપીને 13,18,991 રૂપિયા દંડ પેટે વસૂલ ર્ક્યાં હતા.

નેવુંના દાયકાના અંત ભાગમાં, ટિકિટ ચેકિંગ વિસ્તારમાં મહિલા કર્મચારી ફરજ બજાવતા જોવાનું ખૂબ જ દુર્લભ હતું. ભારતીય રેલ્વેએ મહિલા સશક્તિકરણ તરફ પગલાં ભરતાં આ સ્થિતિ બદલાઈ ગઈ છે અને મહિલા ટીસીને ટીકીટ ચેકિંગ કેટેગરીમાં ભરતી કરવામાં આવી હતી. આ મહિલા ટીસીઓને મુંબઈ વિભાગના વિવિધ સ્ટેશનો પર પોસ્ટ કરાઈ હતી. ઉપનગરીય ટ્રેનોમાં ટિકિટ ચકાસણી ફરજ બજાવવી પુરૂષ ટિકિટ ચેકર્સ માટે પણ મુશ્કેલ કાર્ય છે, પરંતુ વહીવટીતંત્રના આ પગલાથી પ્રભાવશાળી પરિણામો મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો