તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:લોકલમાં પ્રવાસની પરવાનગી મેળવવા શિક્ષકો આક્રમક બન્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી માટે મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદ કાયદાભંગ આંદોલન કરશે

મુંબઈના શિક્ષકોને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી મળે એ માટે મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદે કાયદાભંગનું આંદોલન પોકાર્યું છે. પરવાનગી ન હોવા છતાં શિક્ષકો લોકલમાં પ્રવાસ કરશે. એના માટે શિક્ષકો દંડ ભરવા પણ તૈયાર છે. શિક્ષકોને દસમા ધોરણના ઈન્ટરનલ માર્ક્સના કામ માટે સ્કૂલમાં જવા લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી આપો અન્યથા 20 દિવસમાં સ્કૂલોનો રિઝલ્ટ તૈયાર કરવાનો સમયગાળો વધારી આપો એવી માગણી શિક્ષક સંગઠનોએ કરી છે.

મુંબઈની સ્કૂલોમાં ભણાવતા અનેક શિક્ષકો ઉપનગરોમાં રહે છે. આ શિક્ષકો વસઈ, વિરાર, પાલઘર, કલ્યાણ, પનવેલ જેવા ઠેકાણે રહે છે. લોકલમાં ફક્ત અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને પરવાનગી હોવાથી શિક્ષકોને પણ એમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવે જેથી રિઝલ્ટનું કામ ઝડપથી પૂરું કરી શકાય એવી માગણી શિક્ષક સંગઠન તરફથી કરવામાં આવી છે.

આ બાબતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડને પત્ર લખીને શિક્ષકોને લોકલમાં પ્રવાસની પરવાનગી આપવાની માગણી કરી છે. એક તરફ દસમા ધોરણનું ઈન્ટરનલ માર્ક્સનું કામ ચાલુ છે તો બીજી તરફ સ્કૂલો બંધ હોવા છતાં મંગળવારથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે. દસમા ધોરણના વિદ્યાર્થીઓનું ઈન્ટરનલ માર્ક્સનું કામ કેવી રીતે કરવું એ બાબતે રાજ્યના શિક્ષકોને 10 જૂનના યુટ્યુબ પર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

લોકલ ટ્રેનનો પ્રવાસ મહત્ત્વનો
સોમવારે મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષક પરિષદ તરફથી શિક્ષકોને લોકલમાં પ્રવાસની પરવાનગી ન હોવા છતાં કેટલાક શિક્ષકોએ સ્કૂલમાં જવા માટે લોકલમાં પ્રવાસ કર્યો. લોકલમાં પરવાનગી ન હોવા છતાં પ્રવાસ કરતા દંડ ભરવો પડ્યો તો દંડ ભરીને પણ પ્રવાસ કરશું પણ લોકલમાં પ્રવાસ શિક્ષકો માટે મહત્ત્વનું હોવાનું શિક્ષકોનું જણાવવું છે.

અન્ય સમાચારો પણ છે...