તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નોકરી બચાવવા માટે ગેરકાયદે પ્રવાસ કરનારને TCએ પકડ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય નાગરિકો કઈ રીતે જીવશે એવો પ્રશ્ન ઊભો થયો

લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને પ્રવાસ બંધ હોવાથી અનેકને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરી બચાવવા માટે અનેક નાગરિકો ગેરકાયદેસર પ્રવાસ કરી રહ્યા છે. આવા સંજોગોમાં એક એન્જિનિયર યુવાન નોકરી બચાવવા માટે ગેરકાયદે પ્રવાસ કરતાં સામાન્ય નાગરિકોએ કઈ રીતે જીવવું એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

પ્રેમ સરોસને પરેલ સ્ટેશને ટીસીએ પકડ્યો હતો. આ પછીતેણે વિડિયો શૂટ કરીને ફેસબુક પર મૂકતાં જ વાઈરલ થઈ ગયો છે. આ વિડિયો પછી સરકારે સામાન્ય નાગરિકોને પ્રવાસ કરવાની છૂટ આપવી, અન્યથા કઈ રીતે જીવવું એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે.પ્રેમ કલ્યાણ નજીક વરપ ગામનો રહેવાસી છે. મુંબઈમાં નોકરી કરતા પ્રેમને લોકલ બંધ હોવાથી નોકરી છોડી દેવી પડી હતી. કોરોનાની બીજી લહેર આવ્યા પછી 23 જૂને પ્રેમને ફરી મુંબઈની એક ખાનગી કંપનીમાં નોકરી મળી.

જોકે રસ્તા માર્ગે આવવા- જવા પ્રવાસનો ખર્ચ પડવડે તેમ નહોતો. આથી તેણે નોકરી બચાવવા ટ્રેનમાં પ્રવાસ શરૂ કર્યો.લોકલ ટ્રેનની ટિકિટ ફક્ત અત્યાવશ્યક સેવાના કર્મચારીઓને ઓળખપત્ર બતાવીને જ મળતી હોવાથી 24 જૂને પ્રેમ વિધાઉટ ટિકિટ કલ્યાણથી પરેલમાં આવ્યો હતો. જોકે બદનસીબે સ્ટેશન પર ટીસીએ તેને પકડ્યો. તેણે ટીસીને પોતાની વ્યથા જણાવી. હાલમાં તેને ખાતામાં ફક્ત રૂ. 400 છે એવું બતાવ્યું. જોકે નિયમ અનુસાર દંડ ભરવાનું જરૂરી હોવાથી તેણે એક વિડિયો તૈયાર કરીને પોતાની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

અન્ય સમાચારો પણ છે...