કોરોના સંક્રમણ:ટીબીના દર્દીઓએ કોવિડના ચેપ બાબતે નિષ્ણાતોને ખોટા પાડ્યા

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારી ફાટી નીકળી ત્યારથી ફક્ત 462 દર્દીઓને કોવિડ લાગુ થયો હતો

ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના દર્દીઓનાં ફેફસાં સાથે બાંધછોડ થયેલી હોવાથી તેમને માટે કોવિડનો ચેપ વધુ મુશ્કેલી પેદા કરી શકે છે એવું 2020માં કોવિડ-19 મહામારી શરૂ થઈ ત્યારે અનેક નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો હતો. જોકે મુંબઈમાં ટીબીના દર્દીઓએ મોટે ભાગે કોવિડ-19ને હાથતાળી આપી છે, એમ મહાપાલિકાની આંકડાવારી કહે છે. મહામારી માર્ચ 2020માં ફાટી નીકળી ત્યારથી ફક્ત 462 આવા દર્દીઓને નોવેલ કોરોનાવાઈરસ લાગુ થયો હતો. તેમાં ટીબીના દર્દીઓને કોવિડ લાગુ થયા પછી મરણદર ફક્ત 8 ટકા રહ્યો છે.

ટીબીના દર્દીઓ દ્વારા ચુસ્ત રીતે પરેજી પાલન કરવામાં આવે છે. જરૂર હોય ત્યારે માસ્ક પહેરી રાખવું વગેરેનું તેઓ અચૂક પાલન કરે છે. ઉપરાંત મહાપાલિકા દ્વારા પણ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે, જે પણ એક કારણ છે. વળી, આ વિશે વધુ જાણકારી માટે વધુ સંશોધનની જરૂર છે, એમ મહાપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

2020માં કુલ 298 ટીબીની દર્દીઓને કોવિડ-19 લાગુ થયો હતો. 2021માં આવા દર્દીઓમાં કોવિડનો ચેપ 164 સાથે 50 ટકા નીચે આવ્યો હતો. 2021માં જોકે એક્ટિવ કેસ ત્રણગણા વધ્યા હતા. મરણાધીનતાને મોરચે 2020માં ટીબીના 25 દર્દીને કોવિડ લાગુ થવાથી મૃત્યુ થયાં હતાં, જે સંખ્યા પણ 2021માં 12 પર નીચે આવી હતી. મોટા ભાગના મૃતકોને અન્ય સહમાંદગી હતી અથવા કુપોષણ, ડાયાબીટીસ, ધૂમ્રપાન, એચઆઈવી વગેરે જેવી સ્થિતિઓ હતી.

આની પાછળ અનેક થિયરીઓ કામ કરી રહી છે. એક ટીબીના દર્દીઓ વધુ સાવચેત હોય છે અને કોવિડ-19નું યોગ્ય વર્તન પાલન કરે છે. સામાન્ય રીતે ટીબીના બધા દર્દીઓ ઘરની અંદર અને બહાર માસ્ક પહેરે છે. આથી કોવિડ-19 લાગુ થવાનું અટક્યું હતું, એમ મહાપાલિકાના ટીબીનાં ઈન-ચાર્જ ડો. પ્રણિતા ટિપરેએ જણાવ્યું હતું.

મહાપાલિકાના નક્કર પગલાં
મહામારી ફાટી નીકળ્યા પછી મહાપાલિકા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યાં હતાં, જેમાં મોટા ભાગના ટીબીના દર્દીઓને જેઓ ધારાવી, બાંદરા (પૂર્વ) અને ગોવંડી વગેરે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અને જ્યાં દર વર્ષે ટીબીના દર્દીઓની ઉચ્ચ સંખ્યા નોંધાય છે ત્યાં આ દર્દીઓને કોવિડ સેન્ટરોમાં ખસેડવામાં આવ્યા હતા.

કોવિડની પ્રથમ અને બીજી લહેરમાં ઘણા બધા દર્દીઓ માસિક દવાઓ મેળવવા સંઘર્ષ કરતા હતા. આ ધ્યાનમાં લેતાં મહાપાલિકા દ્વારા તેમને કુરિયરથી દવા મોકલવામાં આવી હતી અથવા ઘેરબેઠા દવા મોકલવામાં આવી હતી. આને કારણે તેમના ઉપચાર દરમિયાન તેમની ઈમ્યુનિટી મજબૂત રહી હતી, એમ ડો. ટિપરેએ જણાવ્યું હતું.

ટીબીના દર્દીને જોખમ શા માટે છે
શિવરી ટીબી હોસ્પિટલના ભૂતપૂર્વ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. લલિત આનંદેએ જણાવ્યું હતું કે ટીબીની પરેજીથી તેમની ઈમ્યુનિટી વધી હોઈ શકે અને સાર્સ કોવિડ-2થી તેમનો બચાવ થઈ શક્યો હશે. ટીબીના દર્દીઓની ઈમ્યુનિટી સાથે ઉચ્ચ બાંધછોડ થતી હોય છે, જેથી કોવિડ-19 લાગુ થવાની શક્યતા વધી જાય છે. આમ છતાં તેમની અંદર કોવિડનો ચેપ બહુ મર્યાદિત રહ્યો જે વિશે વધુ અધ્યયન કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...