કાર્યવાહી:સોનુ સૂદની નાણાકીય બાબતોમાં ટેક્સની ગેરરીતિઓ મળી આવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનુ સૂદનાં ઠેકાણાંઓ પર ત્રીજા દિવસે પણ IT વિભાગની કાર્યવાહી

બોલીવૂડના અભિનેતા અને સામાજિક કાર્યકર સોનુ સૂદના મુંબઇનાં ઘર- ઓફિસ સહિત છ જગ્યાએ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. સતત શુક્રવારે ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખી હતી. સૂત્રોએ દાવો કર્યો છે કે દરોડા દરમિયાન અંગત ફાઈનાન્સ સાથે જોડાયેલી અનેક બાબતમાં કરની ગેરરીતિ જોવા મળી છે. શૂટિંગ માટે સોનુએ જે પણ ફી લીધી હતી, તેમાં પણ અનિયમિતતા જોવા મળી છે. વિભાગ સોનુના ચેરિટી ફાઉન્ડેશનના અકાઉન્ટની પણ તપાસ કરી રહ્યો છે.

સોનુના ઘરમાં હાજર પરિવાર તથા સ્ટાફની પૂછપરછ કરાઈ છે. અધિકારીઓ કેટલીક ફાઇલ તેમની સાથે લઈ ગયા છે. કોરોનાકાળમાં સોનુએ હજારો લોકોની મદદ કરી હતી. સોનુએ સેવાભાવી સંસ્થા સૂદ ચેરિટી ફાઉન્ડેશનની શરૂઆત કરી છે. આ સંસ્થા હેલ્થકેર, એજ્યુકેશન, નોકરી તથા ટેક્નિકલ પ્રગતિ પર કામ કરે છે.

એક ફિલ્મની ફી 2 કરોડ રૂપિયા
એક અહેવાલ પ્રમાણે, સપ્ટેમ્બર, 2021માં સોનુની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે. સોનુ પત્ની તથા બાળકો સાથે મુંબઈમાં રહે છે. હિંદી, તેલુગુ, તમિળ, કન્નડ તથા પંજાબી ફિલ્મમાં તેને કામ કર્યું છે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયાની ફી લે છે. સોનુનું પોતાનું પ્રોડક્શન હાઉસ શક્તિ સાગર છે, જે તેના પિતાના નામ પર છે. સોનુએ અત્યાર સુધી 70 ફિલ્મમાં કામ કર્યું છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તથા ફિલ્મથી સોનુ દર મહિને એક કરોડની કમાણી કરે છે, એ હિસાબે વર્ષે 12 કરોડ કમાય છે.

સોનુ પરિવાર સાથે મુંબઈના અંધેરીના લોખંડવાલામાં 2600 સ્કેવર ફૂટના 4 BHK (બેડરૂમ, હોલ, કિચન) અપાર્ટમેન્ટમાં રહે છે. મુંબઈમાં બીજા બે ફ્લેટ છે. તેના વતન મોગામાં એક બંગલો છે. જુહૂમાં એક હોટલ છે. લૉકડાઉનમાં સોનુએ પોતાની હોટલને આઇસોલેશન સેન્ટર બનાવી દીધું હતું. સોનુ પાસે 66 લાખની મર્સિડિઝ બેન્ઝ, 80 લાખની ઓડી તથા 2 કરોડની પોર્શે કાર છે.

અન્ય સમાચારો પણ છે...