તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કાર ચાર્જિંગ સ્ટેશન ઊભું કરનાર સોસાયટીઓને ટેક્સમાં છૂટ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા રેસિડેન્સિયલ દરથી પ્રોપર્ટી ટેક્સ લેવાની સૂચના અપાઈ

પેટ્રોલના દર રૂ. 100 વટાવી ચૂક્યા છે અને ડિઝલના દર સતત વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે ઈલેકટ્રિક વાહન ધોરણ અમલમાં મૂક્યું છે. આ ધોરણને પ્રોત્સાહન આપવાની દષ્ટિએ ઈલેકટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેસન ઊભું કરનાર સોસાયટીઓને પ્રોપર્ટી ટેક્સમાં છૂટ આપવાનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

રાજ્યના પર્યાવરણ અને વાતાવરણ ફેરફાર વિભાગે મહારાષ્ટ્ર ઈલેકટ્રિક વાહન ધોરણને (2021) તાજેતરમાં માન્યતા આપી છે. મોંઘા ઈંધણ પર વિકલ્પ અને વાયુપ્રદૂષણ ઓછું કરીને પર્યાવરણને જાળવવા માટે આ ધોરણ સરકારે બનાવ્યું છે. ગૃહનિર્માણ સંસ્થાઓ તેમની માલિકીની જગ્યામાં વેપારી ધોરણે ઈલેકટ્રિક વાહન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ કરી શકશે.

2 કે 5 ટકા છૂટ આપવામાં આવશે
ઈમારતના માલિક પોતાના ઈલેકટ્રિક વાહનના ચાર્જિંગ માટે સ્ટેશન ઊભું કરે અને એ ચાર્જિંગ સ્ટેશનમાં બીજા ઈલેકટ્રિક વાહનમાલિકોને ચાર્જિંગની સુવિધા આપે તો પ્રોપર્ટી ટેક્સમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે.

ગૃહનિર્માણ સોસાયટીમાં પાર્કિંગની જગ્યા છોડીને કોમન સુવિધા અંતર્ગત સોસાયટીના સભ્યોને ઈલેકટ્રિક ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરી આપશે તો પ્રોપર્ટી ટેક્સમાં 5 ટકાની છૂટ આપવી એમ નગરવિકાસ વિભાગે નોંધ્યું છે.

અન્ય સમાચારો પણ છે...