તપાસ:મહાપાલિકામાં ચોક્કસ ઠેકેદારોને ફાયદો કરાવવા માટે ટેન્ડરમાં ચેડાં

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમો નેવે મૂકનારની તપાસ માટે કમિશનરને પત્ર

મહાપાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં બધા નિયમો અને કેન્દ્રીય વિજિલન્સ કમિશનના નિર્દેશ ઠુકરાવવામાં આવે છે અને તેની પાછળ ચોક્કસ ઠેકેદારોને ફાયદો પહોંચાડવાનું કાવતરું હોવાનું જણાવ્યું છે. મહાપાલિકાની ઉપ-વિધિ અને પૂર્વ- પ્રસ્થાપિત પદ્ધતિને ભંગ કરીને પારદર્શકતા નકારવામાં આવી રહી છે, એમ ભાજપના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને પત્ર લખીને જણાવ્યું છે. 15 નવેમ્બર, 2021ના રોજ કમિશનરને પત્ર લખીને લાડે એમ પણ જણાવ્યું છે કે ટેન્ડર પૂર્વે બેઠક લેવાતી નથી. કોઈ પણ ટેન્ડર સૂચના મહાપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ કર્યા પછી ટેન્ડરકર્તાઓ સાથે એક બેઠક લેવામાં આવે છે.

આ બેઠક અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. આ બેઠકમાં ટેન્ડરકર્તાઓના પ્રશ્ન અને તેમની મુશ્કેલીઓની ચર્ચા થાય છે અને તેમાંથી પારદર્શકતા તારવી શકાય. તેમાંથી મહાપાલિકાનું હિત સધાય છે. જોકે છેલ્લા થોડા સમયથી આ પદ્ધતિને દૂર કરવામાં આવી છે. તેમાંથી મહાપાલિકામાં ગેરરીતિ સામે આવી હોઈ પોતાની મરજીના ઠેકેદારોને ટેન્ડર આપવાનું કાવતરું પાર પાડવામાં આવી રહ્યું છે, એવો આરોપ પણ લાડે કર્યો છે. લાડે મહાપાલિકાના ક્લેવલેન્ડ બંદર આઉટફોલ, વરલી કોલીવાડા ખાતે ગોઠવવામાં આવેલા મેકેનિકલ સ્ક્રીન માટેનાં ટેન્ડરનો દાખલો આપ્યો છે. આ ટેન્ડર ઈજારાશાહી પદ્ધતિને વાચા આપનારી છે.

ટેન્ડરમાં જે વિશિષ્ટતાઓની નોંધ કરવામાં આવી છે તે ઉત્પાદન ઈવા સ્ક્રીન્સ કંપની પાસેથી ઉત્પાદન કરાયાં છે. જે ઠેકેદારના આ કંપની સાથે કરાર હોય તેને જ કોન્ટ્રાક્ટ મળવાનો છે. આશ્ચર્યની વાત એ છે કે ટેન્ડરમાંની ઉત્પાદન વિશિષ્ટતા આ કંપનીની વેબસાઈટ પરથી જેમ છે તેમ કોપી પેસ્ટ કરવામાં આવી છે. આ ગુણ વિશિષ્ટતાઓમાં ટેન્ડરમાં જરૂરી બાબતોની નોંધ કરવા સમયે ચેડાં કરવામાં આવ્યાં છે. મહાપાલિકાનું આ જબરું સાહસ છે, એમ તેમણે ટોણો માર્યો છે.

આ ટેન્ડર ચોક્કસ એક ઠેકેદારને નજર સામે રાખીને કાઢવામાં આવ્યું હોઈ તેને જ તે અપાશે. આ બાબત અત્યંત ગંભીર હોઈ તેની ઊંડાણથી તપાસ થવી જોઈએ. મેં નિયમિત રીતે આ બાબત તમારા ધ્યાનમાં લાવી દીધી છે. મહાપાલિકાના એડિશનલ કમિશનર - પ્રોજેક્ટ કાયમ આ બાબત કરતા આવ્યા છે. તેમને નિયમો અને કાયદોની કશી પડેલી નથી. આથી તમારે ઊંડાણથી તપાસ કરવાનું જરૂરી છે, એમ લાડે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...