ધરપકડ:મુંબઈમાં ટકટક ગેંગ ફરી સક્રિય, 3 આરોપીઓની ધરપકડ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી મલાડ પોલીસ 50 હજાર મોબાઈલ જપ્ત કર્યા

મલાડમાં ટ્રાફિક સિગ્નલ નજીક ગિરદીનો ફાયદો ઉઠાવતા કારની બારીના કાચ પર ટકટક કરીને ચાલકને બેધ્યાન કરી મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવ્યાની ઘટનાઓ બની રહી હતી. આ પ્રકરણે મલાડ પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. જબ્બાર યાસીન કસ્સાર (35), રાજા ઈસલામુદ્દિન પઠાણ (42), અને મો. શાનુ અબ્દુલ કાય્યુમ પઠાણ (42)ની ધરપકડ કરવામાં આવી હતી અને આ ટોળકીનો ગુલ્ફામ અબ્દુલ ગુલજાર પઠાણ (24) ફરાર છે. પોલીસ એને શોધી રહી છે. આ તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે અને મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનમાં તેમના પર આવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.

ધરપકડ કરાયેલા આરોપીઓ ઉતરપ્રદેશના મેરઠ ખાતેના રહેવાસી છે અને મુંબઈમાં વિરારમાં રહે છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં ચોરીની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. શુક્રવાર દશેરાના દિવસે સાંજે પોલીસ મલાડના બાંગુરનગર પોલીસ સ્ટેશનની હદમાં દુર્ગા વિસર્જન માટે બંદોબસ્ત પર તૈનાત હતા. આ સમયે રાશિદ સુધીર સુરતી (25) નામની વ્યક્તિ બાંગુરનગર લિન્ક રોડ પર બુમો પાડીને મદદ માગી રહ્યો હતો. આ વ્યક્તિનો અવાજ સાંભળીને પોલીસ એની મદદ પહોંચે એ પહેલાં તેનો મોબાઈલ કેટલાક લોકોએ ચોરી કર્યો હતો.

રાશિદના કારની બારીના કાચ પર ટકટક કરીને કેટલાક લોકોએ એનું ધ્યાન વિચલિત કર્યું અને મોબાઈલ લઈ નાસી ગયા હતા. ઘટનાસ્થળે ઉપસ્થિત પોલીસે બાન્દરા સુધી આરોપીઓનો પીછો કર્યો અને એક આરોપીને પકડવામાં સફળતા મળી હતી. બીજા ત્રણ આરોપીઓ ફરાર થયા હતા. જોકે મલાડ પોલીસે ત્રણેય ફરાર આરોપીઓની પછી ધરપકડ કરી હતી. બાંગુરનગરના પોલીસ ઈન્સ્પેક્ટર શોભા પિસેએ જણાવ્યું કે આ ગેંગ છેલ્લા થોડા દિવસથી સક્રિય છે. લોકોએ જાગૃત રહેવાની જરૂર છે. સિગ્નલ પર ઊભેલી કારને આ લોકો નિશાન બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...