તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:હિંદુઓ વિશે અપમાનજનક વક્તવ્ય કરનાર શરજીલ સામે કાર્યવાહી કરો

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રીને પત્ર લખીને કાર્યવાહી કરવાની માગણી કરી

પુણેની એલ્ગાર પરિષદમાં શરજીલ ઉસ્માનીએ હિંદુ સમાજ વિશે કરેલા અપમાનજનક, વાંધાજનક, ગંભીર વક્તવ્યની તાકીદે દખલ લઈને તેની પર રાજ્ય સરકાર તરફથી કઠોરમાં કઠોર કાર્યવાહી કરવી જોઈએ એવી માગણી વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને કરી છે.

30 જાન્યુઆરીના રોજ પુણે ખાતે આયોજિત એલ્ગાર પરિષદમાં અલીગડ મુસ્લિમ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શરજીલ ઉસ્માનીએ અત્યંત ગંભીર, ધાર્મિક દુશ્મનાવટ પેદા કરનાર, સમસ્ત હિંદુ સમાજનું અપમાન કરનારાં વિધાન કર્યાં છે. આવાં ગંભીર વિધાનો કર્યાં છે, એમ પત્રમાં નોંધ કરીને શરજીલના ભાષણમાંથી ચુનંદા મુદ્દાઓ ફડણવીસે પત્રમાં લખ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે પત્રમાં શું લખ્યું છે તેની માહિતી
‘આજ કા હિંદુ સમાજ, હિંદુસ્તાન મેં હિંદુ સમાજ બુરી તરીકે સે સડ ચુકા હૈ. યે જો લોગ લિંચિંગ કરતે હૈ, કત્લ કરતે હૈ, યે કત્લ કરને કે બાદ અપને ઘર જાતે હૈ તો ક્યા કરતે હોંગે અપને સાથ? કોઈ નયે તરીકે સે હાત ધોતે હોંગે, કુછ દવા મિલાકર નહાતે હોંગે, ક્યાં કરતે હૈ યે લોગ કી વાપસ આકર હમારે બીચ ખાના ખાતે હૈ, ઉઠતે- બૈઠતે હૈ, ફિલ્મે દેખતે હૈ. અગલે દિન ફિર કિસીકો પકડતે હૈ, ફિર કત્લ કરતે ઔર નોર્મલ લાઈફ જીતે હૈ. અપને ઘર મેં મોહબ્બત ભી કર રહે હૈ, અપને બાપ કૈ પૈર ભી છૂ રહે હૈ, મંદિર મેં પૂજા ભી કર રહે હૈ, ફિર બાહર આકર યહી કરતે હૈ...’આવાં વિધાનો શરજીલે કર્યાં એવી નોંધ કરીને એક યુવાન રાજ્યમાં આવે છે, છાતી ઠોકીને હિંદુત્વ પર છાંટા ઉડાવે છે અને રૂઆબમાં નીકળી જાય છે અને તેની પર કોઈ કાર્યવાહી થતી નથી, આ ઘટના અત્યંત આશ્ચર્યજનક છે. સમસ્ત રાજ્યની ચિંતા વધારનારી છે અને બધાની ગરદન શરમથ નીચે ઝુકાવનારી છે, એમ ફડણવીસે જણાવ્યું છે. મને આશા છે કે આ પત્ર મળતાં જ આ સંબંધે ગુનો દાખલ કરીને શરજીલને પકડીને મહારાષ્ટ્રમાં લાવી, આવાં વિધાનો કરવાનું પરિણામ શું થાય છે તે સંબંધમાં કાર્યવારહી કરીને બોધ આપશો. ખરેખર તો એલ્ગાર પરિષદના માધ્યમથી ગત વખતે પણ શું થયું તેની જાણ હોવા છતાં આવાં આયોજનોને ફરીથી પરવાનગી આપવી કેટલી મોટી ભૂલ હતી તે શરજલનાં વિધાનમાંથી દેખાઈ આવે છે. એકાદ આયોજનને પરવાનગી આપવામાં આવે એટલે તેમાં બનનાર બધું જ ચલાવી લેવું એવી ભૂમિકા યોગ્ય નથી. હિંદવી સ્વરજ્યના સંસ્થાપક છત્રપતિ શિવરાયના મહારાષ્ટ્રમાં કોઈ પણ આવે અને આવાં વિધાનો કરીને વાતાવરણ ખરાબ કરે તે અમને માન્ય નથી. તે તમને પણ માન્ય નહીં હોય એવી અપેક્ષા અમે મહારાષ્ટ્રની જનતા અને સમસ્ત હિંદુ સમાજ કરી રહ્યા છીએ. આ સંબંધમાં કઠોરમાં કઠોર કાર્યવાહી તુરંત કરો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો