નિર્ણય:શૈક્ષણિક વર્ષના અંતે દસમાના વિદ્યાર્થીઓ માટે ટેબ ખરીદાશે

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 39 કરોડ રૂપિયાના ખર્ચ કરવા છતાં પણ વિદ્યાર્થીઓને કોઈ ફાયદો નહીં

મુંબઈ મહાપાલિકાનું ફરીથી ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળુ મારવાનું વલણ દેખાયું છે કારણ કે દસમા ધોરણનું વર્ષ પૂરું થવામાં છે અને મહાપાલિકાએ આ વિદ્યાર્થીઓ માટે ટેબ ખરીદવાનો નિર્ણય લીધો છે. એના માટે 39 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

જોકે હકીકતમાં ટેબ મળશે ત્યાં સુધી દસમા ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે. માર્ચ મહિનામાં દસમાની બોર્ડની પરીક્ષા થવાની છે અને આગામી થોડા દિવસમાં પ્રીલિમિનરી પરીક્ષા પણ શરૂ થશે. ઉપરાંત દસમા ધોરણના ક્લાસ હવે પૂરા થવાની છે. એમાં ખાસ વાત એટલે વિદ્યારથીઓને અભ્યાસ કરવો સહેલો પડે એ માટે ટેબ ખરીદવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. હવે વર્કઓર્ડર મળ્યા બાદ બેથી અઢી મહિને વિદ્યાર્થીઓને ભણવા માટે ટેબ મળશે. ત્યાં સુધી તો દસમા ધોરણની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે.

મુંબઈ મહાપાલિકા ટેબ ખરીદવા માટે 39 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને કુલ 19 હજાર 401 ટેબ ખરીદી કરવામાં આવશે. એમાં દરેક ટેબ માટે 20 હજાર 532 રૂપિયાનો ખર્ચ થશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ટેબ ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીઓના ખભા પરથી ભાર ઓછો થાય અને શિક્ષકોની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ એની પાછળનો હેતુ હતો. હવે ટેબ ખરીદવા માટે સ્થાયી સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ ટેબમાં મરાઠી સહિત ઉર્દૂ, હિંદી અને અંગ્રેજી એમ ચાર ભાષાનો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. એને બાલભારતીની માન્યતા પણ હશે.

દસમા ધોરણની પરીક્ષા નજીકમાં જ છે. માર્ચ મહિનામાં પરીક્ષા થવાની છે અને પ્રીલિમિનરી પરીક્ષા ટૂંક સમયમાં છે. મહાપાલિકાના કોન્ટ્રેક્ટ ધોરણ અનુસાર મરાઠી અને અંગ્રેજી માધ્યમના ટેબ 60 દિવસમાં અને હિંદી તથા ઉર્દૂ માધ્યમના ટેબ 75 દિવસમાં પૂરા પાડવાના હોય છે. ત્યાં સુધી દસમા ધોરણની પરીક્ષા પૂરી થઈ જશે તેથી આ ટેબ હવે ઉનાળાની રજાઓમાં ધુળ ખાતા પડ્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...