ઓમિક્રોન સંક્રમણ:તાવ અને શરીરમાં દર્દ જેવાં લક્ષણ ઓમિક્રોનના દર્દીમાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાખલ 14માંથી 13 દર્દીનો અહેવાલ નેગેટિવ

મુંબઈ સહિત રાજ્યભરમાં ઓમિક્રોનના દર્દીઓ મળી આવ્યા છે. મુંબઈમાં હમણાં સુધી 14 જણને ઓમિક્રોન ચેપ લાગુ થયો છે. આ બધા સાજા થયા છે. તેમાંથી 13 દર્દીનો અહેવાલ નેગેટિવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમની તપાસમાં આ ચેપનાં અમુક લક્ષણો ધ્યાનમાં આવ્યાં છે.મુંબઈના સેવન હિલ્સ હોસ્પિટલમાં ઓમિક્રોનને ચેપ થયેલા દર્દીઓ પર ઉપચાર કરવામાં આવી રહ્યો છે. આ દર્દીઓમાં અમુક લક્ષણો મળી આવ્યાં છે. તેમાં ગળામાં સંવેદના, થાક અને શરીરમાં દર્દ જેવાં મુખ્ય લક્ષણોનો સમાવેશ થાય છે. અંધેરીની હોસ્પિટલમાં ઓમિક્રોનથી પીડિતા દર્દીઓ પર ઉપચાર કરવામાં આવ્યો હોઈ 14માંથી 13 દર્દીને અહેવાલ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

મુંબઈમાં મળી આવેલા 14 દર્દીમાંથી આઠ દર્દીમાં કોઈ લક્ષણો મળી આવ્યાં નહોતાં. જે દર્દીમા લક્ષણો મળી આવ્યાં તેમાં મુખ્યત્વે ગળામાં સંવેદના, થાક અને શરીરમાં દર્દ જણાયું હતું, એમ તેમની પર ઉપચાર કરનારા ડોક્ટરોએ જણાવ્યું હતું. ઉપરાંત તેમની અંદરકોઈ બીમારી દેખાઈ નહોતી. ફેફસાં પર પણ કોઈ અસર થઈ નહોતી. આનો અર્થ સાધારણ તાવ અને શરીરમાં દર્દ પર ઉપચાર કરવામાં આવ્યો હતો, જ્યારે લક્ષણો નહીં હોય તેવા દર્દીઓને મલ્ટીવિટામિન અપાયા હતા, એમ પણ ડોક્ટરોએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં હમણાં સુધી 32 ઓમિક્રોનના દર્દી મળી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના સાર્વજનિક આરોગ્ય વિભાગના સર્વેક્ષણ અધિકારી ડો. પ્રદીપ આવટેએ જણાવ્યું કે ઓમિક્રોનના 50 ટકા દર્દીમાં કોઈ લક્ષણો મળી આવ્યાં નથી. પ્રથમ દિવસે દર્દીને સહેજ તાવ, શરદી અને ખાંસી જેવાં લક્ષણો દેખાય છે. ખાસ કરીને ગંધ ન આવવી તે કોવિડ-19નું લક્ષણ હોવા છતાં ઓમિક્રોનના દર્દીમાં આ લક્ષણો મળી આવ્યાં નથી, એમ ડોક્ટરે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં મળી આવેલા 32માંથી 25દર્દીનંર રસીકરણ થઈ ગયું છે, જ્યારે પાંચ સગીર છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...