તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિડેવલપમેન્ટ:સફાઈ કર્મચારીઓને મહાપાલિકા દ્વારા 300 ચોરસ ફૂટનાં ઘર અપાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા આ કર્મચારીઓની જૂની કોલોનીઓનું ટૂંક સમયમાં રિડેવલપમેન્ટ કરાશે

કોરોનાકાળમાં સફાઈ કર્મચારીઓની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વપૂર્ણ રહી હતી. તેમને દિલાસો આપવા માટે મહાપાલિકાના ઘનકચરા વિભાગમાં કામ કરતા સફાઈ કર્મચારીઓની જૂની કોલોનીઓનું ટૂંક સમયમાં જ રિડેવલપમેન્ટ કરવામાં આવશે. કોલોનીના રિડેવલપમેન્ટ પછી તેમને કમસેકમ 300 ચો.ફૂટનાં નવાં ઘર મળશે. મુંબઈનો કચરો સાફ કરીને શહેરને રોગમુક્ત રાખવા જહેમત ઉઠાવતા આ કર્મચારીઓ અને તેમના કુટુંબીઓ હાલમાં 150 ચો.ફૂટનાં ઘરમાં હેમખેમ જીવ વિતાવી રહ્યા છે,

પરંતુ મહાપાલિકાને હવે તેમની દયા આવી છે ખરી.ઘનકચરા વિભાગ અંતર્ગત બે પાળીમાં 29,618 સફાઈ કર્મચારીઓ મુંબઈને કચરામુક્ત રાખવા માટે સેવા આપે છે. મહાપાલિકાની વિવિધ ઠેકાણે 46 સ્થળે કોલોનીઓ છે. આ કોલોનીઓમાં હાલ 5592 કર્મચારીઓને ઘર આપવામાં આવ્યાં છે.ચાલી અને ઈમારતના સ્વરૂપમાં આ કોલોનીઓ 1962માં નિર્માણ કરવામાં આવી હતી. તેમાં 150 ચો.ફૂટનાં ઘર હોઈ સફાઈ કર્મચારીઓના વધતા કુટુંબ માટે આટલાં નાનાં ઘર અગવડદાયી બન્યાં છે. આથી મહાપાલિકાએ આ કોલોનીઓનું રિડેવલપમેન્ટ કરીને તેના દ્વારા સફાઈ કર્મચારીઓને 300 ચો.ફૂટનાં ઘર આપવાનો નિર્ણય લીધો છે.46માંથી 34 કોલોનીઓનું રિડેવલપમેન્ટ કરવાનું મહાપાલિકાનું નિયોજન છે. તેમાંથી ત્રણ કોલોનીઓનું રિડેવલપમેન્ટ તુરંત હાથમાં લેવાશે.

રિડેવલપમેન્ટ આ રીતે થશે
હાલમાં રાજવાડકર કોલોનીનો વિસ્તાર 4166.9 ચો.મીટર છે, જ્યાં155 ઘર છે. 1.33 એફએસઆઈનો ઉપયોગ કરીને રિડેવલપમેન્ટ કામો પછી ત્યાં 300 ચો.ફૂટનાં 12 ઘર નિર્માણ કરાશે. પલનટ રોડ કોલોનીની જગ્યા 5291.7 ચો.મીટર છે. હાલ અહીં 296 ઘર છે. 5.40 એફએસઆઈ ઉપયોગ કરીને અહીં 300 ચો.ફૂટનાં 522 ઘર અને 600 ચો.ફૂટનાં 16 ઘર નિર્માણ કરાશે. વાલપાખાડીનો વિસ્તાર 6097 ચો.મીટર છે, જ્યાં 376 ઘર છે. 5.40 એફએસઆઈનો ઉપયોગ કરીને રિડેવલપમેન્ટનાં કામ પછી આ જગ્યાએ 300 ચો.ફૂટનાં 568 ઘર અને 600 ચો.ફૂટનાં 66 ધર નિર્માણ કરાશે. કુલ 300 ફૂટનાં 1200 ઘર અને 600 ચો.ફૂટનાં 82 મળીને 1282 ઘર નવેસરથી નિર્માણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...