જોખમ:ઝૂંપડાંમાં ચૂલા-ગેસને કારણે રેલવેને મોટી દુર્ઘટનાની શંકા

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે સેફ્ટી ઝોનમાં 4494 અનધિકૃત ઝૂંપડાં

મુંબઈ ઉપનગરીય રેલવેના સેફ્ટી ઝોનમાં 4494 અનધિકૃત ઝૂંપડાં વસેલાં છે. આ ઝૂંપડાંમાં ચૂલો, ગેસ જેવી જ્વલનશીલ વસ્તુઓ રોજ ઉપયોગ કરવામાં આવે છે. આને કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, એવો ભય એક રેલ અધિકારીએ વ્યક્ત કર્યો હતો. રેલવે પાટા પાટા જમીનના સેફ્ટી ઝોન અને નોન - સેફ્ટી ઝોન એમ બે ભાગ છે. આમાંથી સેફ્ટી ઝોન રેલવે પરિવહન અને પ્રવાસીઓની દ્રષ્ટિથી સંવેદનશીલ હોય છે. આ ઠેકાણે સુરક્ષાના ઉપાયોમાં ઢીલ રોજ પ્રવાસ કરતા 60 લાખથી વધુ રેલ પ્રવાસીઓ માટે જોખમ ઠરી શકે છે.

મધ્ય રેલવેમાં કુર્લા- ટ્રોમ્બે માર્ગ પર સેફ્ટી ઝોનમાં રાજીવ ગાંધીનગર, સુમનનગરમાં 5.52 હેક્ટર જગ્યામાં સૌથી વધુ 2050 ઝૂંપડાં છે. ભાયખલામાં સવાબે મીટર હેક્ટરમાં સંજય ગાંધી નગરમાં 800 ઝૂંપડાં છે. સેન્ડહર્સ્ટ રોડ ખાતે 400 ઝૂંડપડાં, ડોક્યાર્ડ રોડ ખાતે 325, કુર્લા (મુખ્ય માર્ગ) ખાતે 225 અને ડોંબિવલીમાં 200 ઝૂંપડા એમ પોણાઅગિયાર હેક્ટર પર આશરે 4000 ઝૂંપડાનો કબજો છે. લોનાવાલા અને અન્ય વિસ્તારોમાં પણ 1635 ઝૂંપડાં પાટા નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ ગંભીર બાબત છે, એમ આ અધિકારીનું કહેવું છે.

પશ્ચિમ રેલવે પર કુલ અઢી લાખ ચોરસમીટરમાં 13,456 ઝૂંપડાં વસેલાં છે. તેમાંથી રેલવે સેફ્ટી ઝોનમાં કુલ 6110 ચોરસમીડર જગ્યામાં 494 ઝૂંપડાંનો કબજો છે. કાર્યવાહી કેમ થતી નથી : રેલવે પ્રશાસન દ્વારા ઝૂંપડાં હટાવવાની કામગીરી શરૂ થતાં જ સ્થાનિક રાજકીય નેતાઓ વિરોધ કરે છે.

રેલ રાજ્યમંત્રીની બેઠક રદ
દરમિયાન પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત રેલવે જમીન પરના અનધિકૃત ઝૂંપડાંધારકોને ઘર આપવામાં આવે એવી માગણી શિવસેનાના સાંસદોના શિષ્ટમંડળે રેલ મંત્રી પાસે કરી છે. તેની પર ચર્ચા કરવા રેલ રાજ્યમંત્રી રાવસાહેબ દાનવેએ રવિવારે બેઠક બોલાવી હતી, પરંતુ મહત્ત્વનાં કામ નિમિત્તે તેમને અચાનક દિલ્હી જવા પડતાં બેઠક રદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...