તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંતસિંહ આત્મહત્યા પ્રકરણ:વિવાદને લઈને સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનેની આત્મહત્યાની ફરી તપાસ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ફાઈલ તસવીર - Divya Bhaskar
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ફાઈલ તસવીર
  • દિશા સાલિયન વિશે કોઈ પણ માહિતી હોય તો આપવા માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (34)ની આત્મહત્યાના થોડા દિવસ પૂર્વે 8 જૂને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયને મલાડ માલવણીમાં પોતાના ઈમારતના 14મા માળેથી મોતની છલાંગ લગાવી હતી તેની હવે પોલીસ ફરીથી તપાસ કરવા માગે છે.

13 જૂને એક અભિનેતાના ઘરે પાર્ટી હતી, જે પછી પાર્ટીમાં હાજરી આપનારા રાજકારણી સહિતના બધા જ સુશાંતના ઘરે ગયા હતા
દિશાની આત્મહત્યા બાદ સુશાંત બહુ દુઃખી હતો. આ પછી 14 જૂને તેણે પણ આત્મહત્યા કરી હતી. આથી આ બંને આત્મહત્યા વચ્ચે કોઈ કનેકશન છે એવી વાતો ચગી છે. મિડિયાએ પણ આ મામલો બહુ ઊંચકી લીધો છે. તેમાં વળી ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી નારાયણ રાણેએ મંગળવારે એવો ધડાકો કર્યો હતો કે દિશાએ આત્મહત્યા કરી નહોતી, પરંતુ તેની સાથે દુષ્કર્મ કરીને હત્યા કરાઈ હતી.દિશાના ઓટોપ્સી અહેવાલમાં તેના ગુપ્તાંગોમાં ઈજાનાં નિશાન હોવાનું નોંધ કરાઈ હતી. મહારાષ્ટ્ર સરકાર દિશા અને સુશાંતના મૃત્યુ પાછળના લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આમાં કોઈક ભ્રષ્ટાચાર સંકળાયેલો છે. દિશાના પરિવાર પર દબાણ હોવાથી તેઓ તપાસ માટે ઈનકાર કરી રહ્યા છે. આ પછી 13 જૂને એક અભિનેતાના ઘરે પાર્ટી હતી, જે પછી પાર્ટીમાં હાજરી આપનારા રાજકારણી સહિતના બધા જ સુશાંતના ઘરે ગયા હતા, એવો પણ રાણેએ આરોપ કર્યો હતો.

બિહાર પોલીસની ચાર જણની ટીમ મુંબઈમાં આવીને તપાસ કરી રહી છે
હવે બુધવારે પોલીસે એક યાદી જાહેર કરીને દિશાના મૃત્યુ અંગે જે કોઈની પાસે લેખિત અથવા કોઈ પણ પુરાવા કે માહિતી હોય તેમને ઉત્તર મુંબઈના એડિશનલ કમિશનર અથવા ડીસીપી, એસીવી અથવા માલવણીના સિનિયર પીઆઈને તે સુપરત કરવા માટે અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે સુશાંતની આત્મહત્યામાં બિહારમાં એફઆઈઆર દાખલ થયા પછી બિહાર પોલીસની ચાર જણની ટીમ મુંબઈમાં આવીને તપાસ કરી રહી છે. આ ટીમે પણ દિશા અને સુશાંતની આત્મહત્યા વચ્ચે કોઈ કનેકશન છે કે કેમ તેની તપાસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અહીંની પોલીસ અમને તપાસમાં મદદ કરતી નથી એમ પટના પોલીસનું કહેવું છે.

સુશાંતની પણ હત્યા ?
દરમિયાન મેસેજ એવા ફરી રહ્યા છે કે દિશા સાથે દુષ્કર્મ અને તેની હત્યાની જાણ સુશાંતને હતી. દુષ્કર્મ થયું ત્યાં ફિલ્મ કલાકારો સાથે રાજ્યનો એક રાજકારણી પણ હાજર હતા. આ વાતની જાણ સુશાંતને થઈ હતી, જે પછી તેને મોઢું બંધ રાખવા માટે ધમકીઓ આપવાનું શરૂ થયું હતું. આથી સુશાંત વારંવાર સિમકાર્ડ બદલતો હતો. જોકે સુશાંત ડિપ્રેશનમાં હોવાથી વટાણા વેરી નાખશે એવો ભય હોવાથી તેની પણ હત્યા કરી નાખી હોવાની વાતો ચાલી રહી છે. જોકે તેના કોઈ નક્કર પુરાવા હજુ જાહેરમાં આવ્યા નથી. આને કારણે આ મામલાની ગૂંચ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...