તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપ:સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનની દુષ્કર્મ કરીને હત્યા કરાઈ હતીઃ નારાયણ રાણે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારાયણ રાણે - Divya Bhaskar
નારાયણ રાણે
  • સુશાંત પ્રકરણની તપાસ પરથી કોઈને બચાવવો છે એમ લાગે છે એવો પણ આરોપ કર્યો

સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનની આત્મહત્યાની તપાસ શા માટે ન કરી? દિશા સાથે દુષ્કર્મ કરીને એની હત્યા થઈ હોવાનો ગંભીર આરોપ ભાજપ નેતા નારાયણ રાણેએ સરકાર પર કર્યો છે. સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા પ્રકરણને હવે રાજકીય રંગ ચઢવા લાગ્યો છે. રાજકીય દબાણના કારણે મુંબઈ પોલીસ તપાસ કરી શકતી નથી એવો આરોપ ભાજપ તરફથી સતત થઈ રહ્યો છે ત્યારે નારાયણ રાણેએ મંગળવારે એક પત્રકાર પરિષદ લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. સુશાંત સિંહ રાજપુત પ્રકરણની તપાસ જે દિશામાં ચાલુ છે એમાંથી કોઈને તો બચાવવો છે એવો આરોપ તેમણે કર્યો હતો.

એના પર દુષ્કર્મ કરીને એને મારી નાખવામાં આવી
દિશા સાલિયન સુશાંતની ભૂતપૂર્વ મેનેજર હતી. એણે આત્મહત્યા કર્યાના બે દિવસ પછી એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. એની આત્મહત્યાની તપાસ શા માટે ન થઈ. એણે આત્મહત્યા કરી નથી પણ એની હત્યા કરવામાં આવી છે. એના પર દુષ્કર્મ કરીને એને મારી નાખવામાં આવી. એના ગુપ્તાંગ પર જખમો હોવાનો ખળભળાટજનક ખુલાસો તેમણે કર્યો હતો. દિશા સાલિયનના પોસ્ટમોર્ટમનો અહેવાલ મારી પાસે આવ્યો હોવાનો દાવો તેમણે આ સમયે કર્યો હતો.

મંત્રીઓમાંથી એક મંત્રી સુશાંતની આત્મહત્યા પહેલાં એના ઘરે ગયો હતો
ગુનેગારોને બચાવવાનો પ્રયત્ન રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યો છે. પણ વિરોધ પક્ષ સક્ષમ છે. અમે કંઈ ખોટું થવા નહીં દઈએ. ડિનો મોરિયાના ઘરે દરરોજ પાર્ટી થાય છે. આ પાર્ટીમાં અનેક મંત્રીઓ હાજર હોય છે. એ દિવસે પણ પાર્ટી હતી. એ મંત્રીઓમાંથી એક મંત્રી સુશાંતની આત્મહત્યા પહેલાં એના ઘરે ગયો હતો. એની તપાસ અધિકારીઓએ કરવી એમ પણ રાણેએ જણાવ્યું હતું.

આદિત્ય ઠાકરેએ મૌન તોડ્યું
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પ્રકરણે આરોપ થઈ રહ્યા છે ત્યારે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ આખરે મૌન તોડીને જવાબ આપ્યો હતો. મંગળવારે એક નિવેદન જારી કરીને પોતાની પરના તમામ આરોપોનો જવાબ આપ્યો હતો. સુશાંતની આત્મહત્યા પ્રકરણે વ્યક્તિગત મારા પર અને ઠાકરે કુટુંબ પર નાહક કાદવઉછાળ કરવામાં આવી રહ્યો છે. આ એક વેરની ભાવનામાંથી ઉદભવેલી રાજકીય પેટની ચૂંક છે. આ સંપૂર્ણ પ્રકરણ સાથે મારો કોઈ સંબંધ નથી એમ નોંધતાં આદિત્યએ પોતાનો પક્ષ વિગતવાર રજૂ કર્યો છે.

શિવસેનામાં નવા કલેકટર ઓફિસર
દરમિયાન અમૃતા ફડણવીસે સુશાંત સિંહ રાજપુત પ્રકરણે કરેલા ટ્વિટ પરથી ઊભા થયેલા વિવાદ પર પણ રાણેએ વક્તવ્ય કર્યું હતું. યુવાસેનાના સેક્રેટરી વરુણ સરદેસાઈએ અમૃતા ફડણવીસની કરેલી ટીકાની તેમણે ખબર લીધી હતી. તુ હજી નાનો છે, મોઢું બંધ કરવાનો ઉપાય અમારી પાસે છે. તેથી મોઢું સંભાળીને બોલ. શિવસેનામાં હવે નવા કલેકટર ઓફિસર આવ્યા છે. તેમની કુંડલી અમને ખબર છે. તે ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે વાત કરે છે એ બધાની જાણ અમને છે. તેથી તેણે મોઢું બંધ રાખવુ એવો ઈશારો રાણેએ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...