કાર્યવાહી:સુશાંતના બોડીગાર્ડની ડ્રગ કેસમાં પૂછપરછ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની સંભવિત ડ્રગની કડીની તપાસ કરી રહી છે. અહેવાલો અનુસાર એનસીબીએ હવે સ્વ. અભિનેતાના બોડીગાર્ડ સહિત તેના સ્ટાફના કેટલાક સભ્યોની પૂછપરછ કરી છે. એનસીબીના ઝોનલ ડાયરેકટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં તેના બોડીગાર્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉપરાંત હેરિસ ખાન નામના ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. એનસીબીએ 29 મેના ડ્રગના કેસમાં સુશાંતના ભૂતપૂર્વ ફ્લેટમેટ અને સહયોગી સિદ્ધાર્થ પિઠાણીની હૈદરાબાદથી ધરપકડ કરી હતી.

તેને ટ્રાંઝિટ રિમાંડ પર મુંબઇ લાવ્યા પછી કોર્ટમાં હાજર કરાતાં 1 જૂન સુધી એનસીબી કસ્ટડીમાં હતો. બાદમાં ફરીથી 4 જૂન સુધી કસ્ટડી વધારાઈ છે. આ પૂર્વે રવિવારે સુશાંતના ભૂતપૂર્વ સ્ટાફ નીરજ અને કેશવની પણ પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે એનસીબીએ આ બંનેને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...