તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ:સુશાંત હંમેશા કામ અને જીવનના આગળના પ્લાન વિશે સજાગ હતો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુશાંત હંમેશા કામ અને જીવનના આગળના પ્લાન વિશે સજાગ હતો
  • જીવન ટૂંકાવવાનો કોઈ નિર્દેશ લખાણમાં છે કે કેમ તેની તપાસ ચાલુ છે

સુશાંતસિંહ રાજપૂતના પુણેના માવળ તાલુકામાં માસિક રૂ. 2.50 લાખના ભાડા પર રાખેલા પવના ફાર્મહાઉસમાંથી એનસીબીને ડાયરીના કેટલાંક પાનાં મળ્યાં છે. સુશાંતના અક્ષરોમાં તેમાં લખાણ છે. આ ડાયરી એપ્રિલ 2018માં લખવામાં આવી હતી. એક પાનામાં સુશાંતે પોતાના રૂટીન અંગે લખ્યું છે. 27 એપ્રિલની એક નોટમાં સુશાંતે લખ્યું હતું કે રાતે અઢી વાગ્યે ઊઠવાનું છે, સુપરમેન ચા તથા કોલ્ડ શાવર લેવાનો છે. તપાસ એજન્સી હવે સુશાંતનાં આ તમામ લખાણોમાં એ શોધી રહી છે કે તેણે કયારેય જિંદગી ટૂંકાવવા તરફ નિર્દેશ કર્યો છે કે કેમ?

સુશાંતે આ પાનાંમાં પણ જે લખ્યું છે તેની પરથી ખ્યાલ આવે છે કે તે કોઈ જ્યોતિષની નજીક હતો. એક વાત સ્પષ્ટ થાય છે કે તે ધૂમ્રપાન છોડવાનો હતો. આ યાદીમાં તેણે 28 એપ્રિલના રોજ કેદારનાથ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવાની વાત લખી છે. એટલે કે, સુશાંત 2018માં ધૂમ્રપાન છોડવાની તૈયારીમાં હતો. આ યાદીમાં સુશાંતે તેના રૂટીનના 16 મુદ્દા લખ્યા છે. આ નોટમાં સુશાંતે ક્રિતિની સાથે સમય પસાર કરવાની વાત લખી છે. રાબ્તા ફિલ્મની આ જોડી રિલેશનશિપમાં હોવાની ચર્ચા હતી.

વધુમાં સુશાંતે પોતાની બહેન પ્રિયંકા તથા જીજાજી મહેશ સાથે એક ટુર પર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે આ નોટમાં રિયાના નામનો ઉલ્લેખ નથી. ઉલ્લેખનીય છે કે રિયા તથા સુશાંતની મુલાકાત 2019માં થઈ હતી.

સુશાંતે કેટલાંક પાનાં અંગ્રેજીમાં તો કેટલાક હિન્દીમાં લખ્યાં છે. આ તમામ લખાણનું બારીકાઇથી વિશ્લેષણ કરતાં સુશાંત પહેલેથી જ પોતાના કામના વિચારોમાં રહેતો અને તેની જિંદગીના આગળના પ્લાન વિશે સજાગ હતો. તેના કેટલાંક સપનાં હતાં તો કેટલાક તેના પોતાના અંગત વિચારો હતા. આ લખાણમાં તે એક પાનામાં જણાવે છે કે, કોઈ યોગ્ય જવાબ નથી. કેટલાક સારા સવાલ છે, મુશ્કેલીઓને ઉકેલ કેવી રીતે કરવાનો છે, આનંદ જ કેમ છે? આ પાનામાં અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક શબ્દો જેવા કે અનુભવ, વિશ્લેષણ, આનંદ, સાહસ, પ્રતિભા અને પવિત્રતા લખેલા છે. ત્યાર બાદ એક પાનું હિંદીમાં છે.

આ તમામ લખાણ પરથી આ જિંદાદિલ યુવાનની માનસિક હાલત વિશે સ્પષ્ટ જાણી શકાય છે, એથી જ તપાસ એજન્સીનું માનવું છે કે, દરેક લખાણ કરવાની આદતવાળી વ્યક્તિ તેના જીવન ટૂંકાવવાના નિર્ણયનો લખાણના સ્વરૂપમાં કોઇ જગ્યાએ ઉલ્લેખ જોવા નથી મળતો કે અંતિમ સમયે સુસાઇડ નોટ કેમ લખી શક્યો નહીં હોય? આ તમામ સવાલોનો જવાબ તપાસ એજન્સી શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...