દિશાના મૃત્યુનું ઘૂંટાતું રહસ્ય:સુશાંત- દિશાને મુદ્દે ચૂપ રહેવા ઠાકરેએ મને બે વાર ફોન કર્યાઃ રાણેનો આરોપ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિશાના કેસમાં રાણે પિતા- પુત્ર નવ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા, અમિત શાહે ફોન કરતાં નિવેદન નોંધીને રાણેને જવા દેવાયાઃ પવારની પણ ટીકા

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. ખાસ કરીને મલાડની માલવણી પોલીસે રાણે પિતા - પુત્રને નવ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા બાદ બહાર આવતાં જ તેમણે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની ટીકા કરી હતી.શનિવારે બપોરે પોલીસ સ્ટેશનમાં હાજરી આપનારા રાણે પિતા- પુત્રને રાત્રે 9 વાગ્યા પછી જ જવા દેવાયા હતા.

આ પછી રાણેએ ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપ કર્યા હતા. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફોન કોલ આવ્યા પછી જ અમારું નિવેદન નોંધીને જવા દેવાયા હતા એમ પણ તેમણે જણાવ્યું હતું. મને બે દિવસ પૂર્વે પોલીસ સ્ટેશનમાંથી એક નોટિસ આવી હતી. મારું શું કહેવું છે તે જણાવવા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. તેમાં દિશાની માતાએ ફરિયાદ કરવાથી તમારું શું કહેવું છે તે સાંભળી લેવા બોલાવવામાં આવ્યા છે.

દિશા બાબતે જે પણ ખબર છે તે હું અને નિતેશ પત્રકાર પરિષદમાં બોલ્યા હતા. દિશાના અસલી આરોપીઓ પકડાઈ જવા જોઈએ. તેણે આત્મહત્યા નહીં પણ તેની હત્યા જ થઈછે. હું વારંવાર આ અંગે બોલતો હતો. આથી મેયર કિશોરી પેડણેકર દિશાની માતા પાસે ગયાં અને ફરિયાદ કરવા પ્રવૃત્ત કર્યાં. માતાને ખોટી ફરિયાદ કરવા ફરજ પાડી, એમ રાણેએ આરોપ કર્યો હતો.મને 9 કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો. મેં કહ્યું હું કેન્દ્રીય મંત્રી છું, નિતેશ વિધાનસભ્ય છે. અમને પણ અમુક અધિકારો છે. જો કોઈની પર અન્યાય થતો હોય તો ન્યાય મેળવી આપવાની અમારી ફરજ છે. અમે દિશાને ન્યાય આપવાની માગણી કરી રહ્યા છીએ. અમને ધરપકડ પૂર્વ જામીન મળ્યા છે. અંતે મેં અમિત શાહને ફોન કર્યો, જે પછી મારો અને નિતેશનો જવાબ નોંધીને અમને જવા દેવાયા હતા, એમ રાણેએ જણાવ્યું હતું.

મુખ્ય મંત્રી પર ગંભીર આરોપ : મારા જવાબમાં હું શરૂઆતથી જે બન્યું તે માહિતી અને અમે જે બોલતા હતા તે કહ્યું. આટલું જ નહીં, દિશાની 8 જૂને અને સુશાંતની 13 જૂને હત્યા થયા પછી મને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને બે વાર ફોન કોલ આવ્યા હતા. તમે સુશાંત અને દિશાના કેસ બાબતે બોલવાનું બંધ કરો. એક મંત્રીની ત્યાં ગાડી હતી એવું બોલશો નહીં. મેં તમને કહ્યું કે હું લોકપ્રતિનિધિ છું, શા માટે નહીં બોલું? આ સામે મને કહેવામાં આવ્યું કે તમારા પણ સંતાન છે. તમે આવું નહીં કરો. જોકે મારું આ વાક્ય મારા જવાબમાંથી પોલીસે પડતું મૂક્યું છે.

આનો અર્થ આ સર્વ ઘટના રાજકીય હેતુથી પ્રેરિત છે. કોઈની પર અન્યાય થતો હોય તો અમે તેની સામે અવાજ ઉઠાવીને જ રહીશું. અમારા જીવનમાંથી પાંચ કલાક લીધા એટલે બહુ મોટો ફરક પડવાનો નથી. દિશાનો કેસ મારી માહિતી પ્રમાણે બંધ કરવામાં આવી રહ્યો છે. જે લોકોએ અત્યાચાર કર્યા તેમને સંરક્ષણ આપવાનું કામ આ સરકાર કરી રહી છે. જોકે હું છેવટ સુધી અવાજ ઉઠાવતો રહીશ, એવો ઈશારો પણ તેમણે આપ્યો હતો.

મલિકને બદલે અમારું રાજીનામું કેમ માગો છો
દરમિયાન રાણેએ જણાવ્યું કે પવારનું આ બાબતમાં વક્તવ્ય મેં સાંભળ્યું છે. પવારે કહ્યું કે રાણેની પણ ધરપકડ થઈ હતી. વાહ, પવાર સાહેબ, તમારે માટે કાંઈ બોલવું કે દયા બતાવવી તે સમજાતું નથી. મારો કોઈ દાઉદ દોસ્ત નથી. મારો ક્યારેય સંબંધ આવ્યો નથી. તે દેશદ્રોહી છે. આપણા હજારો લોકો બોમ્બવિસ્ફોટમાં માર્યા ગયા છે. તે દાઉદ સાથે નવાબ મલિકના સંબંધ છે. આથી તેમની ધરપકડ થઈ છે. આથી જ અમે તેમના રાજીનામાની માગણી કરી રહ્યા છીએ અને તમે અમારું રાજીનામું કઈ રીતે માગો છો. તમે જીવનભર આ જ કર્યું, આ જ તમારી પુણ્યાઈ છે એમ રાણેએ પવાર સામે નિશાન સાધતાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...