તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ડ્રગ કેસમાં સુશાંતસિંહના મિત્ર આસિ. ડાયરેક્ટરની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ઋષિકેશ પવારના ઘરે એનસીબીના દરોડા, અમુક ગેજેટ્સ જપ્ત કર્યા

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત બાંદરા ખાતે પોતાના નિવાસસ્થાને મૃતાવસ્થામાં મળી આવ્યા પછી તપાસમાં બહાર આવેલા ડ્રગ અને બોલીવૂડ કનેકશનની તપાસ કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ આસિસ્ટન્ટ ફિલ્મ ડાયરેક્ટર હૃષીકેશ પવારની ધરપકડ કરી છે. પવાર સુશાંતસિંહનો મિત્ર છે અને ડ્રગ કેસમાં સંડોવાયેલો છે એવી માહિતીને આધારે તેની ધરપકડ કરવામાંઆવી છે.

પવારને એનસીબીએ મંગળવારે સવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો. લાંબા સમય સુધી પૂછપરછ બાદ આખરે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. પવાર સુશાંતસિંહના નિકટવર્તી મિત્રમાંથી એક છે. ડ્રગ કેસમાં અનેક તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એકની પૂછપરછમાં પવારનું નામ બહાર આવ્યું હતું. આથી સૌપ્રથમ મંગળવારે પવારના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં તેના ઘરેથી અમુક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યાં છે, જેની તપાસ કરવામાં આવી રહી છે, એમ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું.

સુશાંતસિંહ 14 જૂન, 2020ના રોજ બાંદરામાં તેના ડુપ્લેક્સમાં મૃતાવસ્થામાં મળી આવ્યો હતો. તે અને તેના અમુક નિકટવર્તીઓ ડ્રગ લેતા હતા એવું તપાસમાં બહાર આવ્યું હતું. એનસીબીએ છેલ્લા થોડા મહિનાઓમાં બોલીવૂડ અને ડ્રગ નેટવર્ક તોડી પાડવા તેમ જ ડ્રગ તસ્કરોને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપ હાલમાં દાઉદ ઈબ્રાહિમના સાગરીત અને કરીમ લાલાના સંબંધી ચિંકુ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી, જેની પૂછપરછ પછી ડોંગરીમાં ડ્રગ્સ બનાવવાની અત્યાધુનિક લેબ પકડી પાડી હતી. આ લેબ ચલાવતા આરીફ ભુજવાલાની ધરપકડ કરવામાં આવી છે.

કરોડોનું ડ્રગ પકડીને નેટવર્ક તોડી પાડ્યું
છેલ્લા થોડા દિવસમાં ડ્રગ તસ્કરોની ધરપકડમાંથી નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તેમાં હવે પવારની ધરપકડ સાથે એનસીબીએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. એનસીબી દ્વારા મુંબઈમાં માહિમ, ડોંગરી, ખાર, જુહુ, અંધેરી, નવી મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડીને ડ્રગ તસ્કરોને પકડી પાડીને તેમનું નેટવર્ક તોડી પાડ્યું છે. તેમની પાસેથી કરોડો રૂપિયાનું ડ્રગ પણ જપ્ત કરવામાં આવ્યું છે. હજુ પણ આ કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો