તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંતસિંહ રાજપૂતની મોતની તપાસ:સુશાંત કેસ CBIએ બંધ કર્યો નથી, લોકેશન તપાસ ચાલુ છે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સીબીઆઇનો સુબ્રમણ્યમ સ્વામીને પત્ર

મુંબઇમાં બાંદરાના નિવાસે બોલીવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મોતની તપાસ માટે કેસ સંભાળ્યાના 145 દિવસ પછી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ કહ્યું છે, કે તે આ કેસના તમામ પાસાંઓની તપાસ કરી રહી છે અને કશું પણ નકારી શકાય તેમ નથી. આ તપાસમાં ઘટનાસ્થળ સહિતના અન્ય મોબાઇલ સેલ ટાવર પરથી લોકેનની તપાસ કરવામાં આવી છે. અદ્યતન સોફટવેર વડે શંકાસ્પદ સ્થળોના ટાવર્સનો ડેટા ભેગા કરીને માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રવિવારે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ ટૂંક સમયમાં સ્પષ્ટ કરવું જોઈએ કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી કે આત્મહત્યા દ્વારા તેનું મોત થયું હતું. દેશમુખની માગણી બાદ આ કેસમાં સુશાંતના પરિવારજનોએ જેની સામે ફરિયાદ નોધાવી છે, એ અભિનેત્રી રિયા ચક્રવવર્તીના વકીલે પણ આ મામલામાં સીબીઆઇએ કલોઝર રિપોર્ટ ફાઇલ કરવો જોઇએ તેવી માગણી કરી હતી, પરંતુ સીબીઆઇએ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને એક પત્ર લખી માહિતી આપી છે કે, સુશાંતના મોતને મામલે આજ સુધી કોઈ પાસાં નકારી કઢાયાં નથી. આ પ્રકરણમાં તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ જ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના મોતની તપાસની સ્થિતિ વિશે પૂછતાં વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ પીએમઓએ પત્ર સીબીઆઈને મોકલ્યો હતો. એ પછી સીબીઆઈએ ઉક્ત જવાબ આપ્યો છે. અમે આધુનિક વૈજ્ઞાનિક ટેક્નિકનો ઉપયોગ કરીને સંપૂર્ણ અને વ્યાવસાયિક રીતે તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન તમામ પાસાં પર નજર રાખવામાં આવી છે અને તપાસ દરમિયાન અદ્યતન સોફ્ટવેર સહિત અદ્યતન મોબાઈલ ફોરેન્સિક સાધનોનો ઉપયોગ ડિજિટલ ડિવાઇસીસમાં ઉપલબ્ધ સંબંધિત ડેટાના નિષ્કર્ષ અને વિશ્લેષણ માટે અને કેસ સાથે સંબંધિત સેલ ટાવર સ્થાનોના ડમ્પ ડેટાના વિશ્લેષણ માટે કરવામાં આવ્યો છે.

સીબીઆઇએ જણાવ્યું છે કે,તપાસ દરમિયાન, ફરિયાદી અને તેના પરિવારના સભ્યો અને અન્ય સ્વતંત્ર સ્રોતો દ્વારા ઊભા થયેલા સંજોગો અને આશંકાઓ સમજવા માટે તમામ સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. આ સંદર્ભમાં સઘન અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે, તપાસ ટીમે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુંબઇ, અલીગઢ, ફરીદાબાદ, હૈદરાબાદ, માનેસર અને પટના સહિત તમામ સંબધિત સ્થળોની મુલાકાત લીધી હતી.

આ છે સુશાંતસિંહ કેસ
નોંધનીય છે કે, સુશાંત આ વર્ષે 14 જૂને મુંબઇમાં તેના બાંદરા સ્થિત ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં તેનું શંકાસ્પદ મોત નહીં હોવાનું જણાવીને મુંબઇ પોલીસે અકસ્માતે મોતનો કેસ નોંધી અને બોલીવૂડમાં સગાવાદનો તે ભોગ બન્યો કે કેમ તેની તપાસ શરૂ કરી હતી.

પરંતુ એ પછી સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે. સિંઘે 25 જુલાઈએ પટણા પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર ઓવરડોઝ ડ્રગ્સ આપવાનો અને તેના નાણાંનો ગેરકાયદેસર ઉપાડનો આરોપ લગાવ્યો હતો. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઉચાપત આરોપોની તપાસ કરી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો