ભાસ્કર વિશેષ:મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેનના સર્વેક્ષણનું કામ પૂરું, આ પ્રકલ્પથી 766 કિલોમીટરનું અંતર કાપવા ફક્ત 4 કલાકનો સમય લાગશે

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની આર્થિક રાજધાની મુંબઈ અને રાજ્યની ઉપરાજધાની નાગપુર વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન ચલાવવાની યોજના છે. આ શહેરોને જોડવા માટે રસ્તા માર્ગે બાર કલાક લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થશે તો આટલું અંતર ફક્ત ચાર કલાકમાં પાર કરી શકાશે. આ પ્રકલ્પનો વિગતવાર અહેવાલ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના માધ્યમથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુંબઈથી નાગપુર વચ્ચેનું 766 કિલોમીટરનું અંતર છે. આગામી વર્ષની શરૂઆતમાં મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન સંદર્ભનો વિગતવાર અહેવાલ કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવે એવી શક્યતા છે.

આ પ્રકલ્પ સંદર્ભે હવાઈ સર્વેક્ષણ, સામાજિક પરિણામ સંદર્ભનું સર્વેક્ષણ, કુદરતી બાબતો પર થનારી અસરનું સર્વેક્ષણ પૂરું થયું છે. હવે ડીપીઆર એટલે વિગતવાર અહેવાલ બનાવવાનું કામ ચાલુ છે. મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન પ્રકલ્પ મહારાષ્ટ્રના દસ જિલ્લાઓમાંથી પસાર થશે. એના માટે જમીન અધિગ્રહણ કરવું પડશે. આ પ્રકલ્પને માન્યતા આપ્યા પછી આ સંદર્ભની આગળની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે. મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેને સમાંતર લેન પરથી બુલેટ ટ્રેનનો રૂટ બનાવી શકાય કે નહીં એની ચકાસણી ચાલુ છે.

અત્યારે મહારાષ્ટ્રમાં રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના માધ્યમથી મુંબઈ-નાગપુરને જોડતા 700 કિલોમીટરના છ લેનવાળા સમૃદ્ધિ હાઈવેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં એએચએસઆરસીએલ અને જાપામ રેલવે ટ્રક કન્સલ્ટંટ કંપની દરમિયાન એક મહત્વનો કરાર થયો છે. મુંબઈ-અમદાવાદને જોડનારી બુલેટ ટ્રેનના રૂટ પર ટી થ્રી પેકેજના એચઆરસી ટ્રકવર્કનું કામ આ કંપનીને આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...