દરોડો:ભિવંડીમાં એફડીએના દરોડામાં રૂપીયા 87,99,822 સાથે સૂરજ ઠક્કરની અટકાયત

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોદામનો માલિક અને તેના માણસો ફરાર થઈ ગયા

ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગુરુવારે ભિવંડીમાં દરોડા પાડતાં રૂ. 87,99,822ના વિવિધ પ્રકારની ગુટખા, પાનમસાલા, સુગંધિત તમાકુનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ સમયે ત્યાં મોજૂદ સૂરજ હરીશ ઠક્કરને અટકાયતમાં લેવાયો હતો. જોકે સૂત્રધારો ફરાર છે.વિશ્વસનીય માહિતીને આધારે એફડીએ દ્વારા ગાળા નં. એ-11-2- એ1 પ્રેરણા કોમ્પ્લેક્સ, વળગાવ, ભિવંડી ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગોદામમાં સૂરજ હરીશ ઠક્કર પાસેથી વિવિધ પ્રકારના ગુટખા, પાનમસાલા, સુગંધિત તમાકુ સહિત રૂ. 87,99,822નો માલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ ગોદામનો માલિક ઈસરાર છે અને તેના કામમાં અબ્બાસ અને અર્જુન સેઠ મદદ કરે છે, જેમની શોધ આદરવામાં આવી છે, એમ જોઈન્ટ કમિશનર સુનિલ ભારદ્વાજે જણાવ્યું હતું.આરોપીઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા, તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં લોકડાઉનને લીધે ગુટખા, તમાકુની ભરપૂર માગણી નીકળી છે. આથી આરોપીઓ કાળાંબજારમાં વેચવા માટે લાવ્યા હોવાનું જણાય છે. આરોપીઓ ત્રણથી ચાર ગણા ભાવે આ ગુટખા અને તમાકુ વેચતા હતા એવું જાણવા મળ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...