કોર્ટેનો આદેશ:કમિશનર વિરુદ્ધ ઘરેલુ હિંસાના કેસમાં મધ્યસ્થી કરવા સુપ્રીમકોર્ટનો ઈનકાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • { પત્નીને તુરંત ભરણપોષણ આપવા હાઈ કોર્ટેનો આદેશ

ઘરેલુ હિંસા ધારા 2005 હેઠળ પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી રદબાતલ કરવા માટે મુંબઈના પોલીસ કમિશનર હેમંત એન નગરાલે દ્વારા કરવામાં આવેલી અરજી નકારતા મુંબઈ હાઈ કોર્ટના આદેશમાં મધ્યસ્થી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ યુ યુ લલિત અને જસ્ટિસ એસ રવીંદ્ર ભટની ખંડપીઠે તેને બદલે પુણે કોર્ટમાંથી કેસ મુંબઈ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો જ્યાં ફેમિલી કોર્ટ દ્વારા તેમના છૂટાછેડાને મંજૂરી આપવા સામે નગરાલેની પત્નીએ કરેલી અપીલની સુનાવણી બાકી છે અને હાઈ કોર્ટને આ કેસ વહેલામાં વહેલી તકે નિકાલ લાવવા પૂછ્યું છે.

ઉપરાંત કમિશનરને અને અમુક અન્યો સામે કમિશનરની પત્નીએ મુંબઈના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં નોંધાવવામાં આવેલી અલગ ફોજદારી ફરિયાદ રદબાતલ કરવા દાદ માગતી કમિશનરની અરજી નકારતા હાઈ કોર્ટના અન્ય આદેશ સામે અપીલ કરવા માટે કમિશનરને વિશેષ છૂટ પણ આ સાથે આપી છે.

13 ડિસેમ્બરના આદેશમાં સુપ્રીમ કોર્ટે છૂટાછેડા સામે કમિશનરની પત્નીની અપીલ અને ઘરેલુ હિંસા ધારાની કાર્યવાહી લાગુ કરવા સામે તેમની અરજીનો વહેલી તકે અને અગ્રતાથી છ મહિનામાં નિકાલ લાવવા વિચારવા મુંબઈ હાઈ કોર્ટને પૂછ્યું હતું.નોંધનીય છે કે મુંબઈ હાઈ કોર્ટમાં જસ્ટિસ અમજદ સૈયદ અને એસ જી દિઘેની ખંડપીઠે નગરાલેને અલગ રહેતી પત્નીને ભરણપોષણની રકમ તુરંત આપવા આદેશ આપ્યો હતો. ભરણપોષણની રકમ વધારવાની માગણી અને પુણે અથવા નાગપુરના સારા વિસ્તારમાં રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની અરજી પર જવાબ નોંધાવવાના નિર્દેશ કોર્ટે નગરાલેને આપ્યા હતા.

મામલો શું છે?
ફેમિલી કોર્ટે 2011માં નગરાલે દંપનીનાં લગ્ન રદ કર્યાં હતાં અને પત્નીને દર મહિને રૂ. 20,000 આપવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ નગરાલેની પત્ની હાઈ કોર્ટમાં ગઈ હતી. તે સમયે કોર્ટે ફક્ત લગ્ન રદ કરવાના આદેશને સ્ટે આપ્યો હતો. આ પછી મોંઘવારી અને રહેણીકરણીનો ખર્ચ વધી ગયો હોવાનું જણાવી ભરણપોષણની રકમ વધારીને દર મહિને રૂ. 1.50 લાખ આપવાનો આદેશ આપવાની દાદ માગતી અરજી 2019માં હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...