તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ઈન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક પ્રતીકાત્મક બનાવવા સરકારનો સાથ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્વેલરી પાર્ક મુંબઈનું સીમાચિહન અને પર્યટકોનું આકર્ષણ બનવું જોઈએ: મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે

નવી મુંબઈમાં ઊભા થનારા ભવ્ય ઈન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઈ (આઈજેપીએમ) સાકાર કરવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ને હવે રાજ્ય સરકારનો સાથ પણ મળ્યો છે. આ પાર્ક મુંબઈનું સીમાચિહન અને પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બને તે રીતે ઘડી કાઢવું જોઈએ એમ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ અપેક્ષા રાખી હતી.

જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ, વીસી વિપુલ શાહ, પાર્કના ચેરમેન કિરીટ ભણસાલી અને વહીવટી કમિટીના સભ્ય રસેલ મહેતા, મુખ્ય સચિવ સીતારામ કુંટે, પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે વગેરે આ સમયે હાજર હતા.

લોકડાઉન જેવી સ્થિતિમાં લાંબે ગાળે કોઈ વિપરીત અસર નહીં થાય તે માટે કર્મચરીઓ માટે ઓન- સાઈટ લો- કોસ્ટ હાઉસિંગ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ, જેને કારણે શહેરમાં કર્મચારીઓ સુરક્ષિત રહેશે અને ઉત્પાદન કે અર્થવ્યવસ્થાને પણ કોઈ નુકસાન નહીં થાય, એવું સૂચન ઠાકરેએ આ સમયે કર્યું હતું.

આ સમયે જીજેઈપીસી દ્વારા નવી મુંબઈમાંના આ પાર્ક માટે રૂ. 14,467 કરોડનું રોકાણ આકર્ષીને તે રાજ્યના આર્થિક વિકાસમાં અને ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા બહેતર બનાવવામાં યોગદાન આપી શકે છે એમ જણાવવામાં આવ્યું હતું. જ્વેલરી પાર્ક 1 લાખથી વધુ કર્મચારીઓને રોજગારીની તકો આપશે. આ સમયે એમઆઈડીસી દ્વારા જમીન પણ હસ્તક આપવામાં આવી હતી.

મુશ્કેલીઓ દૂર કરવાની માગણી
દરમિયાન કોલિન શાહે નોન- લેન્ડિંગ બેન્કોમાં કરન્ટ અકાઉન્ટ ખોલાવવામાં પડતી મુશ્કેલીઓ, રાજ્યમાં ગોલ્ડ બુલિયનમાં આયાત પર સ્ટેમ્પ ડ્યુટી માફી, સીપ્ઝ- સેઝ યુનિટ્સ દ્વારા પેટા- ભાડા કરારની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ, લોન અને સિકયુરિટી દસ્તાવેજો પર સ્ટેમ્પ ડ્યુટીની માફી જેવી માગણી કરવામાં આવી હતી. ઉપરાંત ઉદ્યોગના દરેક કર્મચારીઓને જારી પરિચય કાર્ડને ગૃહ વિભાગ માન્યતા આપે એવી પણ અપીલ કરવામાં આવી હતી.

ભારતનો સૌપ્રથમ જ્વેલરી પાર્ક
નવી મુંબઈમાં 21 એકરમાં આ પાર્ક પથરાયેલો હશે, જેમાં 4800 જેટલા નાનાં- મોટાં યુનિટ્સને સમાવવામાં આવશે. ભારતમાં આટલો મોટો આ પ્રથમ જ જ્વેલરી પાર્ક હશે. આ પાર્કની વિશિષ્ટતા એ છે કે નિકાસકારો અને ઘરઆંગમાના જ્વેલરી સપ્લાયરો પણ એક છત હેઠળ તેમનો વેપાર કરી શકશે. આથી મહત્ત્વપૂર્ણ એ છે કે જ્વેલરી નિકાસકારોને એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન્સમાં યુનિટ્સ દ્વારા માણવામાં આવતા બધા લાભોનો ફાયદો થશે. આ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનું અને રસ્તા તથા રેલવે સ્ટેશન સાથે લિંક બનાવવાનું પણ પ્રસ્તાવિત છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે નાના- મોટા બધા વેપારીઓને અહીં સમાન તક મળશે. બીજું. ભારત ડાયમંડ બુર્સ (બીડીબી) અથવા સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (સીપ્ઝ) સહિત કોઈ પણ અન્ય એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન્સથી આ જ્વેલરી પાર્ક અલગ હશે.

અન્ય સમાચારો પણ છે...